________________
૭૧૮
સર્વધર્મપરિષદુ
છે અને આપણે પાળીએ એમ ઈચ્છે છે. રાજાની ભાવના સામે શુષ્ક તકની દલીલો ચલાવતાં પહેલાં આપણે વિચાર કરવો જોઈએ કે એ ભાવનામાં કાંઈકે તે સત્ય રહ્યું જ છે. અને તે આપણે ગ્રહણ કર્યું છે? ગ્રહણ કર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે જીવનમાં–અર્થાત્ આચારમાં અને વિચારમાં સર્વત્ર એ પ્રકટ થતું હોય. ઉલટું, આપણું જીવનમાં હજારે પ્રવૃત્તિઓ આપણે એવી કરી રહ્યા છીએ કે જાણે આ જગત ઉપર પરમાત્માનું રાજ્ય જ ન હોય એવી સમઝણ એમાંથી પ્રકટ થાય છે. કર્મનું ફળ અવશ્ય જોગવવું જ પડે છે, વિના પાપે પાપનું ફળ એ ન્યાયી રાજા કદી ભેગવાવતો નથી, અને પુણ્યનું ફળ આપ્યા વિના રહેતો નથી– એટલો અડગ સિદ્ધાન્ત આપણા જીવનમાં ઉતારી લઈએ તે દુષ્ટ કર્મોમાં આપણી પ્રવૃત્તિ કદી નહિ થાય, અને સત્કર્મોમાં આપણે ઉત્સાહ પૂર્ણ વેગે વહ્યા કરશે. પરમાત્માનું રાજ્ય, સ્થલ દષ્ટિએ કેટલાક માનતા હતા અને હજી પણ માનતા હશે એમ, ભવિષ્યમાં થનારું રાજ્ય નથી, પણ નિત્ય નિરન્તર આ જગતમાં ચાલી રહેલું–સનાતન રાજ્ય છે. આ ભાવના જેને એક શબ્દમાં કર્મને સિદ્ધાન્ત કહે વા ધર્મરાજ્ય કહો એ આ વિશ્વની વ્યવસ્થામાં રહસ્યભૂત તત્વ છે. અને એનાથી જ આ વિશ્વ એક વ્યવસ્થિત તન્ન રૂપે ચાલી રહ્યું છે. આ સર્વ ધર્મને સિદ્ધાન્ત છે. કદનાં સૂક્તમાં કહ્યું છે કે વરુણ નામ પરમાત્મા જે આ વિશ્વને આવરક (આવરીને, આચ્છાદીને રહેલો છે) છે, તથા મનુષ્યઆત્માની વરણક્રિયામાં અથત નૈતિક સંકલ્પમાં પ્રકટ થાય છે, એ આ સંસારસમુદ્ર અને સંસારરાત્રિને અધિષ્ઠાતા છે. એ “ધૂતવ્રત” છે, અર્થાત્ પોતે સ્થાપેલા નિયમોનું પાલન કરે છે, અને મનુષ્ય પણ એનું પાલન કરે એમ ઈચ્છે છે. ઉપનિષમાં યાજ્ઞવક્ય અને આર્તભાગના સંવાદમાં અન્તમાં આ જ કહ્યું છે કે આ વિશ્વનું રહસ્ય “કમ' છે. હવે ક્ષણભર વિચાર કરે કે રાજાની ભાવનામાં બે તત્ત્વ છે. શક્તિ અને ન્યાય. રાજાની ભાવના સર્વ ધર્મમાં છે, અને આ બે તત્ત્વ પણ સર્વ ધર્મમાં ભરાએલાં છે. તથાપિ એટલું કહી શકીએ કે ઈશ્વરની શકિત ઉપર ઈસ્લામ ધર્મમાં ભાર દેવામાં આવ્યો છે, અને ન્યાય ઉપર યહુદી ધર્મમાં દેવાયો છે. કર્મને મહાનિયમ એ પરમાત્માની ઈચ્છાનું પ્રતીક યાને પ્રકટ રૂપ છે, અને જૈન તથા બૌદ્ધ એ પ્રતીકના વિશેષ ઉપાસક છે. વૈદિક ધર્મ કર્મરૂપ પ્રતીકની ઉપાસના કરવાની સાથે એ પ્રતીકમાં પરમાત્માનું દર્શન પણ કરે છે. ઈસાઈ ધર્મ રાજાની ભાવનાને સ્થાને એક બીજી ભાવના સ્થાપે છે. એને ઉલ્લેખ હવે કરીશું.