________________
૭૧૬
સર્વધર્મપરિષદુ
સત્યને આવિર્ભાવ માત્ર છે. આથી, વેદધર્મમાં કેટલાક વિદ્વાનોએ વેદને નિત્ય કહ્યા છે. સ્પષ્ટ છે કે એ નિત્યતા મુખમાંથી જે ધ્વનિ નીકળે છે એ ધ્વનિની નિત્યતા નથી (કાગળ ઉપરના અક્ષર તે હતા જ ક્યાં?) પણ ધ્વનિની પાર, ધ્વનિ જેને આવિર્ભાવ છે એવા અલૌકિક શબ્દની નિત્યતા છે. ઈસ્લામ ધર્મમાં કુરાને શરીફને જેઓ નિત્ય માને છે, તે આ અર્થમાં જ માની શકે. અર્થાત સર્વ ધર્મની જે પરાપશ્યન્તી વાણું છે એ પરમાત્માને મૂલ ગ્રન્થ છે, એ જ સર્વ ધર્મને સનાતન “વેદ” છે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી એ જ વેદનો પ્રતિષેધ કરતા હતા કે જે વસ્તુતઃ વેદાભાસ રૂપે એમના સમયના કેટલાક વેદધર્મીઓના જીવનમાં નજરે પડતું હતું. સેણદંડસુત્ત, તેવિજજસુર, ધમ્મપદ આદિ બૌદ્ધ અને ઉત્તરાધ્યયન આદિ જૈન ગ્રન્થ જેવાથી આની ખાતરી થશે.
ઈશ્વરીય જ્ઞાન આ સનાતન વેદ, જેને આપણું કાર્યવાહક મંડળે આ સંમેલનમાં સમાલોચના કરવા ગ્ય “ઈશ્વર સંબધી જ્ઞાન” કહ્યું છે, એમાં પરમાત્મા અનેક રૂપે પ્રકટ થાય છે. જે પરમાત્મા યહુદી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં એક સંખ્યાથી નિદિષ્ટ થયા છે એ જ હિન્દુ વૈદિક ધર્મમાં અનેકમાં એક રૂપે મનાય છે. જેમ અનેક તેજબિમ્બમાં એક તેજની શક્તિ24.fecaini affa—"The Infinite in the finites"-udd થાય છે તેમ. આ જ કારણથી પરમાત્માનાં ઉત્પાદક પિષક વ્યાપક અને સહાયક સ્વરૂપ, તથા શક્તિ આવરણ નિયમન વગેરે ધર્મ સવિતા, પૂષા, વિષ્ણુ મિત્ર, ઇન્દ્ર, વરુણ આદિ તે તે વિશેષનામથી નિર્દિષ્ટ થાય છે. અને એને જ જગતની સાથે કર્તાપે, બીજરૂપે, આત્મારૂપે સંબધ ત્વષ્ટા, ઘાતા, વિશ્વકર્મા, હિરણ્યગર્ભ, અને પુરુષ વગેરે નામે પ્રતિપાદિત થયો છે. અને આ દૃષ્ટિ વૈદિક આર્યોને એવી પ્રિય થઈ પડી હતી કે જ્યારે વેદની ચાર સંહિતાઓ થઈ ત્યારે આ દેવતાનાં કેટલાંએ સૂકત એક કરતાં વધારે વેદની સંહિતાઓમાં મૂકવામાં આવ્યાં–જેમકે હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂકત, વિશ્વકર્માનું સૂકત વગેરે.
૫રમાત્મા જગત બનાવીને આઘો રહ્યો નથી, પણ જગતદ્વારા તેમ જ છે આ આ પરિષને વિચારવાનો વિષય જાહેર થયો હતો. * અહીથી થોડાક પેરેગ્રાફ પ્રસંગચિત ફેરફાર સાથે મહારા એક અગાઉના લેખ (જુ “આપણે ધર્મ”) માંથી લીધો છે. કારણ કે આખો લેખ અવકાશને અભાવે કાંગડી રેલ્વે ટ્રેઇનમાં તૈયાર કરવો પડ્યો હતે. '