________________
૭૧૪.
સર્વધર્મપરિષદુ
પણ એક અખંડ અસ્પૃત (વગર શીવેલો) એ એ અભુત ડગલો છે. વિશ્વનિયન્ત કાલ ભગવાન અનેક ધર્મના તતુઓમાંથી એક ધર્મરૂપ મહાપટ વણી રહ્યા છે, પણ એ પટ બનાવવાથી તખ્તઓને લેપ થતો નથી, તે જ પ્રમાણે સર્વ ધર્મની એકવાક્યતા થવાથી તે તે ધર્મનું વિશેષ સ્વરૂપ લુપ્ત થતું નથી, ઉલટું એ વિશેષ સ્વરૂ૫ રહે, રૂપાન્તર પ્રાપ્ત કરીને પણ રહે, એ તરેહની એક વાકયતા પરમાત્માને ઈષ્ટ છે. અને એ જ ભાગે આ પરિષદે પણ ચાલવું જોઈએ.
૫ તથાપિ અહીં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઉપર કહેલી એકવાક્યતા અમુક વાક્યને પ્રધાન કરીને અને બીજાને નેયાર્થ યાને ગૌણ બનાવીને કરવી ઉચિત છે? કે સર્વને સમાન બળ માનીને એમને વિકલ્પ માને ઉચિત છે? જેમકે “વિતે જુદોતિ” “અનુભવતે જુતિ” કેટલાક સૂર્યોદય પહેલાં હામ કરે છે, કેટલાક સૂર્યોદય પછી કરે છે, આમ હેઈ આ વિષયમાં વિકલ્પ રહે છે, અને પોતપોતાના સંપ્રદાય પ્રમાણે બેમાંથી એક કરી શકાય છે. પ્રકૃતિમાં, અમુક ધર્મને મુખ્ય મધ્ય સ્થાને મૂકી, બીજા ધર્મોના ઉપદેશને ગૌણ કરવા યાને મુખ્ય ધર્મને અનુસરતી રીતે લેવા એ ઠીક છે? કે સર્વ ધર્મને સમાન માની એમાંથી વિકલ્પ કરી ગમે તે એકને સ્વીકારે એ ઠીક છે? બીજા પક્ષને અર્થ એ થયે કે
જ્યાં તે તે ધર્મોના મત વચ્ચે વિરોધ આવે ત્યાં બંને પક્ષ સત્ય છે એટલું કહીને અટકી જવું અને બંનેને ચાલે છે તેમ ચાલવા દેવું. પરંતું આથી એકવાયતા શી થઈ ? કશી જ નહિ. માત્ર સર્વ ધર્મની પરસ્પર સહિષ્ણુતા પ્રાપ્ત થઈ એટલું જ ફળ પ્રાપ્ત થયું. જો કે એ ફળ છેવું નથી, તથાપિ એ બસ પણ નથી. કારણ કે એથી સત્યના માર્ગમાં એક પગલું પણ આગળ ભરાતું નથી. હવે પૂર્વોક્ત એકવાક્યતાને પહેલો પક્ષ લઈએ જેમાં એક ? વાક્યને અર્થાત અમુક ધર્મને પ્રધાન બનાવી બીજાને નેયાર્થ યાને ગૌણ બનાવવાની સૂચના છે. આ પદ્ધતિ પરસ્પર લઢવાની પદ્ધતિથી તે બેશક સારી છે, તથાપિ એમાં સ્વધર્મની પ્રધાનતા અને તેથી ઉત્કૃષ્ટતા અને પરધર્મની ગૌણતા અને તેથી નિકૃષ્ટતા મનાય છે. એમાં પરધર્મ પ્રતિ અસહિષ્ણુતા તે નથી તે પણ આદરની ન્યૂનતા તે અવશ્ય છે જ. હવે અહીં પ્રશ્ન થશે કે સર્વ ધર્મ પ્રતિ સમાન આદર થઈ શકે ખરે? અગર થઈ શકે છે તે ઈષ્ટ પણ છે ખરો? આનો ઉત્તર આદર અને ભક્તિ અર્થાત નિછા એ બે વચ્ચેનો ભેદ સમઝવાથી થઈ જાય છે. આ રીતે કે –સર્વ ધર્મ પ્રતિ આદર તે સમાન જ રહેવું જોઈએ, પરંતુ નિછા એક