________________
૭૧૨
સર્વધર્મપરિષદ કરે સમવાયો વ સાધુ-વંતિકા ગમગર પદ્મ પુપુ ગુરુ વતિ છે”
અશોક મહારાજાના આ મંગળ ઉપદેશનું સ્મરણ કરી સર્વધર્મસમવાયનું મુખ્ય પ્રજન કે એ સર્વધર્મને પરસ્પર મેળ એ વિષયને કાંઈક વિચાર કરીએ.
૧ અનેક ધર્મને સ્થાને એક ધર્મ સંપાદન કરવાને એક માર્ગ એ છે કે અન્ય સર્વ ધર્મને તરવાર અગ્નિ કે નિન્દાના બળથી નાશ કરીને આપણે પિતાને ધર્મ સ્થાપિત કરો. પણ આ અત્યન્ત કુત્સિત, દુષ્ટ જંગલી માર્ગ છે. અને ધર્મનું યથાર્થ સ્વરૂપ જે સમઝે છે તે આ માર્ગ કદી સ્વીકારી ન શકે. તે પણ ખેદની વાત છે કે આ માર્ગ છે કે ધાર્મિક આશયથી તો પણ વિપરીત બુદ્ધિથી મનુષ્ય કેટલીક વાર ગ્રહણ કર્યો છે. પણ આ માર્ગથી ધર્મ નહિ પણ ધમભાસ જ પ્રાપ્ત થાય છે. કારણ કે
એથી જે માનસિક વાચિક અને કાયિક ક્રિયા ચાલે છે એ ધર્મના તત્વથી વિરુદ્ધ છે. એટલું જ નહિ પણ એ અમુક ધર્મ વધારવામાં પણ ઉપકારક થતી નથી. હું મહારા દેહને હિન્દુ કહેવડાવું કે મુસ્લિમ, રેમન કેથલિક ઈસાઈ કે પેટેસ્ટન્ટ ઈસાઈ એથી ખરેખર હું તે તે ધર્મને નથી થઈ શકતો. મહારા જીવનમાં મેં મહારા ધર્મને ભર્યો છે કે નહિ, હારું જીવન હારા ધર્મની ભાવનાથી ઘડાયું છે કે નહિ, એનાથી જ હારું તે ધર્મનું અનુયાયીપણું સિદ્ધ થઈ શકે છે. એથી નહિ કે વસ્તીપત્રકમાં મેં મહારા ધર્મનું નામ હિન્દુ ધાવ્યું છે કે મુસલમાન.
૨ ધર્મની અનેકતામાંથી એકતા ઊપજાવવાને બીજો રસ્તો એ હાઈ શકે છે કે કાંઈ જ કરવું નહિ, અને કાળબળને શરણ થઈ બેશી રહેવું. . મનુષ્યસંસ્કૃતિને આ એક નિયમ છે કે જ્યારે અનેક સંસ્કૃતિઓ એક , સ્થાનમાં સંમિલિત થાય છે ત્યારે એમને પરસ્પર સંબન્ધ થઈને એમાંથી એક વિજયી થાય છે અને બીજી પરાભવ પામે છે અને અભિભૂત થાય છે, અર્થાત દબાઈ જાય છે, અગર તે સર્વે એક બીજામાં મળીને એમાંથી એક નવો જ પ્રકાર વા રૂપાન્તર ઉત્પન્ન થાય છે. એશિયામાં સિકંદર (એલેકઝેન્ડર) બાદશાહને વિજયધ્વજ ફરક્યો એનું પરિણામ એ આવ્યું કે એશિયાની પ્રજા જે તે વખત સુધી Nationalism જ જાણતી હતી તે Internationalism માં દાખલ થઈ અર્થાત જે પ્રજા પિતતામાં જ * અથવા શુશ્રુષા કરે.