________________
હ૧૭
|
સર્વધર્મપરિષ૬
સર્વધર્મપરિષદ
(પ્રમુખનું ભાષણ) यं शैवाः समुपासते शिव इति, ब्रह्मेति वेदान्तिनो, વૌજ્ઞા , પ્રાઇપવઃ તિ તૈયાચિન | ' अर्हन्नित्यपि जैनशासनरताः, कर्मेति मीमांसकाः, सोऽयं नो विदधातु वांछितफलं त्रैलोक्यनाथो हरिः ॥ મહારા ઉદારચેતા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેને,
સમુચિત મંગલાચરણ કર્યા પછી, મહારું પહેલું કર્તવ્ય આપના પ્રતિ એક કૃતજ્ઞતા પ્રકટ કરવાનું છે. આપે મને આ પરિષદનું પ્રમુખપદ આપ્યું તે માટે હું આપને અત્યન્ત ઋણું છું. વિશેષે કરી, એટલા માટે કે હું સનાતનધર્મી છું એ સુવિદિત હોવા છતાં પણ મહારા આર્યસમાજી ભાઈએએ મને આ ગૌરવનું સ્થાન આપ્યું છે. આ સંબન્ધમાં હારી આપને એક પ્રાર્થના છેઃ ધર્મને પ્રાણ સત્ય છે, અને મને જે સત્ય લાગે તે જે હું ધર્મપરિષદમાં ન કહું તે બીજે ક્યાં કહું? તેથી મારા કથનમાં કઈ અચિકર અંશ આવી જાય છે તે આપ શાન્તિથી શ્રવણ કરશે. બીજી પણ એક પ્રાર્થના અને હિન્દી ઉપર અતીવ પ્રેમ છે અને હિન્દી તે હિન્દની રાષ્ટ્રભાષા થવી જોઈએ એમ હું માનું છું, પણ એ મારી માતૃભાષા નથી એ કારણથી મહારા હૃદયના અને બુદ્ધિના ભાવ અને વિચાર હારી ભાગીતૂટી હિન્દીમાં હું બરાબર બતાવી નહિ શકું. તે પણ માત્ર આપની આજ્ઞા શિરોધાર્ય સમઝી મેં આ પદ સ્વીકાર કરવાની ધૃષ્ટતા કરી છે. આપ મારી ન્યૂનતા સહી લેવાની કૃપા કરશો એવી આશા રાખું .
આપની આજ્ઞાનુસાર મહારું આજનું કર્તવ્ય જગતના પુરાતન અને વર્તમાન ધર્મોના સ્વરૂપ સંબધી વિચાર કરો અગર તે એમના ઈતિહાસનું સ્મરણ કરવું એ નથી; પણ કેવળ ભારતવર્ષના વર્તમાન ધર્મોમાં, એને અંગભૂત એક વિષય “Úäર સંવધી જ્ઞાન” એની ભૂમિકા રચવાને છે. અર્થાત પ્રાચીન, ઇજિપ્ત, ઐસીરિયા, ખાદિયા, બેબિલન, શીસ. રામ, ચીન આદિ દેશોના પુરાતન ધર્મના વિષયમાં કાંઈ પણ કહેવું એ અપ્રાસંગિક ગણશે. વિદ્યમાન ભારત વર્ષના હિન્દુ (જેમાં જૈન ક કાંગડી ગુરુકુલ રજત મહોત્સવ પ્રસંગે (હરિદ્વાર પાસે કાંગડીમાં આર્યસમાજનું ગુરુકુલ છે ત્યાં) સર્વ ધર્મપરિષદમાં પ્રમુખ તરીકે આપેલું ભાષણ