________________
ba
તđયન
પણ હૃદયનાં અને ચારિત્રનાં ગીત એટલાં બધાં ગવાય છે કે આ જ એ ગાયકગણુમાંથી એક ગાયક છે. રહેશે તે એટલાથી એના મહિમા ઘટશે નહિ. અહિં વિના હૃદય આંધળું છે, અને ચારિત્ર પણ જડ છે, હું ચારિત્રની બાબતમાં ચાખે। સાક્રેટિક—સક્રેટિસના અનુયાયી—છું, નીતિ તે જ્ઞાન અને અનીતિ તે અજ્ઞાન. જ્ઞાનમાં નીતિ સમાઈ જ જાય, અને અનીતિ તે જ્ઞાનને અભાવે જ સંભવે. હું મનુષ્યની એવી દુષ્ટતા કે નિર્મૂળતા માનતા નથી કે મને સારા માર્ગ સૂઝે છે છતાં હું ખેાટે માર્ગે ચાલું છું,' એમ એ ખરેખર કહી શકે. પણ આ જ્ઞાન એટલે લાભાલાભની ગણતરીની સમઝણ એમ નહિ, પણ નીતિની પ્રતિભા—નીતિનું એના સુન્દર અને પ્રતાપી સ્વરૂપમાં નેત્ર આગળ ઝગમગવું,
એ
પણ આમ બુદ્ધિના ઝીણા અને લાંખા તાર કાઢયા પછી એ તારને આત્મામાં વણવાનું કામ ખાકી રહે છે. એ કામ વણાટના જેવું જ કહેણુ છે, પણ વણાટ જેટલું જ આવશ્યક છે. સૂતરનાં ગૂંછળાંમાંથી પટ ન વણાય ત્યાં સુધી એ ગૂંછળાં શા કામનાં? બુદ્ધિના પદાર્થ ખાદ્ય પદાર્થ મટીને આત્મરૂપ બની ન જાય ત્યાં સુધી આત્મા ઉપર ભાર, આત્માનું સત્ત્વ નિહ. તમારા પાઠે એ તમારા નિશ્ચય થવા જોઇએ. આપણા વિદ્યાર્થીઓ ઉપર આ એક ખરા ખાટા મ્હોટા આક્ષેપ છે કે એએ જે જ્ઞાન સંપાદન કરે છે તે પરીક્ષાના પત્રમાં લખી જવા માટે જ હાય છે, એ જ્ઞાન એમના અન્તમાં ઊતરી એમના જીવનના પ્રકાશ મનતું નથી. અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર આદિનું જે જે જ્ઞાન મેળવા તેને તમારા સિદ્ધાન્ત બનાવી દો. શુદ્ધ બુદ્ધિથી સત્ય પ્રાપ્ત કરવા માટે જ અધ્યયન કરા અને અધ્યયનને પરિણામે જે નિર્ણયે થાય તેને જ અનુવર્તી; જેમકે, રાજ્યશાસ્ત્રનું અધ્યયન કરતાં કરતાં તમને એમ જણાય છે કે પ્રજાશાસન (Democracy) સારૂં નથી વા એ અમુક નિયમન સાથે જ સારૂં છે (હું માત્ર ઉદાહરણ જ લઉ છું, મ્હારા પેાતાના સિદ્ધાન્તનું સૂચન કરતા નથી), તા એ પ્રકારના તમારા સિદ્ધાન્ત કરી દેજો, જીવનમાં જેમ જેમ અનુભવ થતા જાય વા વિશેષ મનન કરતા જાએ તેમ તેમ જરૂર લાગે તા એ સિદ્ધાન્ત ફેરવજો. પણ પુસ્તકની વિદ્યાને પુસ્તકની જ રહેવા દેશ નહિ, અને તમારા આત્મપટમાં વણજો.
આ વિદ્યાકાળમાં તમે જે બુદ્ધિના તારા કાઢશેા તે ઉપરાંત જીવનના અનુભવકાળમાં પણ ખીજા અનેક તારા તમારા નીકળશે—એ સધળાને એક ખીજાની સાથે સુશ્લિષ્ટ રીતે જોડવા એ મ્હાટું માનસિક વણાટકામ છે.