________________
સર્વધર્મપરિષદ
| gn૩ પૂરાઈ રહી હતી તે એક બીજા સાથે સંબધમાં પરોવાઈ અથત દરેક પ્રજાને પિતાની બહાર જવાની દષ્ટિ આવવા લાગી. આથી થયું એ કે જ્યારે ખ્રિસ્તી ધર્મ પ્રકટ થયો ત્યારે એ પણ, કેવળ યહુદી પ્રજાને જ ધર્મ ન રહેતાં, રેમન ગ્રીક અને યાહુદી એમ ત્રણ સંસ્કૃતિથી એનું સ્વરૂપ ઘડાયું. કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તના વધસ્તમ્ભ ઉપર ત્રણ ભાષામાં લેખ લખાયો હતોઃ હિબ્રુ (યહુદી), ગ્રીક અને લૈટિન. તેથી જ્યારે ખ્રિસ્તી ધર્મ પ્રસર્યો ત્યારે એમાં ત્રણે પ્રજાના આચારવિચાર સંમિશ્રિત થયા. અને વળી આગળ જઈને ઈરાનને મિથધર્મક અને પ્રાચીન એશિયા માઈનરની શક્તિપૂજા, અને આ નવો ખ્રિસ્તી ધર્મ–ત્રણે યુરેપના અખાડામાં પડ્યા અને એમાંથી ખ્રિસ્તી ધર્મ વિજયી થયો. અનેક ધર્મના સંમિશ્રણ વા વિગ્રહની આ ક્રિયા તે મનુષ્યસંસ્કૃતિના ઈતિહાસના નિયમ મુજબ સદા ચાલ્યા જ કરે છે. વુિ બુદ્ધિપૂર્વક તેઓની એકતા સાધવાના માર્ગ કાંઈક જુદા જ છે.
૩ ખ્રિસ્તી અઢારમી શતાબ્દીના ઈગ્લેંડના પ્રભાવમાં ઊછરેલા એગણીસમી શતાબ્દીના ભારતવર્ષમાં, લગભગ સાત દશકા પર્યન્ત, ધર્મની એકતા સાધવાને માર્ગ આ જ મનાતું હતું કે પૃથ્વીના સર્વ ધર્મ લઈને એમના વિશેષ યાને ભેદક અંશ છેડી દેવા અને એમના સામાન્ય યાને એકાકાર અંશ ગ્રહણ કરવા, અને આ રીતે તારવી કાઢેલું સામાન્ય તત્ત્વ એ જ સત્ય ધર્મ છે, અને એ જાતના સંગ્રહને જ “ધર્મ' નામ આપવું. અર્થાત્ સરળ રૂપમાં કહીએ તે (૧) ઈશ્વર એક છે (૨) એની ભક્તિ કરવી, અને (૩) સદાચારે ચાલવું—એટલામાં જ સત્ય ધર્મનું આખું સ્વરૂપ સમાપ્ત થાય છે એમ મનાતું. કહેવાની જરૂર નથી કે ધર્મ આવું સાદું સીધું ત્રણ તતુઓનું બનાવેલું યજ્ઞોપવીત નથી. અને વળી આ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે નિવિશેષ સામાન્ય (abstract) વિશેષ (concrete )ની અપેક્ષાએ દરિદ્ર છે. તથા વિશેષ ઊડાવીને સામાન્ય બચાવવું અશક્ય છે. ધર્મના શરીરનો નાશ કરીને ધર્મને અશરીર આત્મા રહી શકતો નથી. એટલે દેહાત્મવાદ પણ પ્રકૃત વિષયમાં માનવ પડે છે.
૪ ધર્મની એકતા સંપાદન કરવાને બીજે પણ એક માર્ગ છે. તે એ કે તે તે ધર્મરૂપ સર્વ તત્ત્વ મેળવીને એકપટ બનાવો, અને એ જ મહાવસ્ત્રને દીક્ષાવસ્વરૂપ ધારણ કરવું. કિંતુ એ કૃત્રિમ–બનાવટી–ધર્મ શકય નથી. અને આ સ્મરણમાં રાખવું જોઈએ કે બાઈબલમાં કહ્યું છે તે સાચું જ છે કે ઈસુ ખ્રિસ્તને ડગલો કકડા સાંધીને સીવાલે નથી, * વેદને મિત્ર દેવ તે ઈરાનને મિશ.
-
-
-
---
-
-
-
-
-