________________
સર્વધર્મપરિવહુ
૭
-
સીખ વગેરેને પણ સમાવેશ થાય છે )-મુસલમાન-ખ્રિસ્તી–ચાહુદી–પારસી આદિ ધર્મોમાં ઈશ્વર સંબધી કેવા કેવા વિચારે થયા છે એનું નિરૂપણ પણ કેટલાક નિબન્ધ દ્વારા તે તે ધર્મના વિદ્વાન આપની સમક્ષ કરશે. અને તેઓને કરવાનું તે હું જ કરી દઉ એમાં તે તે વિદ્વાનેના અધિકાર ઉપર અનુચિત આક્રમણ થાય. એ વિષયમાં જે કાંઈ કહેવું જોઈએ તે જરૂર હશે તો હું અત્તમાં જ કહીશ.
| સર્વ ધર્મોને પરસ્પર આદર હોવો જોઈએ એ દષ્ટિ ધર્મિગ્રાહક પ્રમાણથી જ, અર્થાત આ પરિષદ્ગા સ્વરૂપથી જ, આપણું સંમેલનમાં રહી છે. પરંતુ એવી દૃષ્ટિ કેવળ વર્તમાન કાળમાં જ પ્રકટ થઈ છે એમ ન સમઝવું. બે હજાર વર્ષ ઉપર અશોક મહારાજાએ આવા સંમેલનની ઇષ્ટતા, અને સંપ્રદાયને પરસ્પર આદર કરવાને બેધ પોતાના શિલાલેખમાં પ્રકટ કર્યો હતો. એ કહે છે–
દેવાનાપ્રિય પ્રિયદર્શી રાજા વિવિધ દાન અને પૂજાથી ગૃહસ્થ અને સંન્યાસી સર્વ સંપ્રદાય વાળાઓને સત્કાર કરે છે. પણ દેવાનામ્બિયને દાન અને પૂજની એટલી દરકાર નથી જેટલી આની છે કે સર્વ સંપ્રદાયના સારતત્વની વૃદ્ધિ થાય, સંપ્રદાયોના સારની વૃદ્ધિ અનેક પ્રકારે થાય છે, પણ એનું બીજ વાલ્સયમ છે; અર્થાત, લેક કેવળ પોતાના સંપ્રદાયને આદર કરે અને બીજાના સંપ્રદાયની અકારણ નિન્દા ન કરે.કેમકે કઈને કઈ કારણથી સર્વ સંપ્રદાયનો આદર કર એ લોકનું કર્તવ્ય છે. એમ કરવાથી પોતાના સંપ્રદાયની ઉન્નતિ અને બીજાના સંપ્રદાયને ઉપકાર થાય છે. એથી ઉલટું જે કરે છે એ પોતાના સંપ્રદાને પણ હાનિ પહોંચાડે છે, અને બીજાના સંપ્રદાયને પણ અપકાર કરે છે, કારણ કે જે કઈ બેટા સંપ્રદાયની ભક્તિમાં આવીને પોતાના સંપ્રદાયની પ્રશંસા કરે છે અને બીજાના સંપ્રદાયની નિન્દા કરે છે એવા વિચારથી કે મારા સંપ્રદાયનું ગૌરવ વધે એ ખરું જોતાં પિતાના સંપ્રદાયને પણ પૂરી હાનિ પહોંચાડે છે. સમવાય (સંમેલન) સારે છે, જેથી તેમાં એક બીજાના ધર્મને ધ્યાન દઈને સાંભળે, અને સાંભળવાની ઈચ્છા જ એક હિન્દી ભાષાન્તરમાં “સમવાયને અર્થ મેલ જેલ એટલે કે મેળ, એક વાક્યતા, એવો કર્યો છે, પણ મૂળને સંબધ જોતાં એ ઠીક લાગતો નથી.