________________
તત્ય
قوف
દીધી, અને દેશની સાદી અને સીધી ઉપાસનાને બદલે કર્મજાળ વિસ્તારી મૂકી. આ આક્ષેપ એમાં જેટલું દેવદર્શન સમાએલું છે તેટલે સાચે છે, પણ ગુણદર્શન નથી એટલે બેટ છે. બ્રાહ્મણકાળના ગુણ એ કે (૧) એક પ્રજાપતિની–ઈશ્વરની–ભાવના દઢ થઈ, (૨) સમાજના જે અનાર્યવર્ગ એનામાં પણ પરમાત્મા વસે છે એ સમઝણ જાગી (જુવો યજુર્વેદનો સ્વાધ્યાય) અને (૩) યજ્ઞના વિસ્તારની સાથે, યજ્ઞનું તત્ત્વજ્ઞાન પણ થયું; એ આ રીતે કે–ચજ્ઞ વિશ્વનું રૂપક છે અને એના મધ્યમાં હિરણ્યગર્ભ–વિશ્વાત્મા –રહેલો છે એ સમઝણ પ્રકટ કરવા માટે યજ્ઞની અમુક આકૃતિની દિ રચી એના મધ્યમાં હિરણ્યય યજ્ઞપુરુષની મૂર્તિ સ્થાપવાને વિધિ કરવામાં આવ્યું.
હવે–અત્યારે વૈદિક કાળને ધાર્મિક ઈતિહાસ કથવાને આશય નથી, પણ માત્ર એક જ વાત સારરૂપે ખેંચવાની છે તે એ કે એ સમયમાં કર્મના ગર્ભમાં જ્ઞાન હતું. યુ વેદ મffણ નિવેષેત્ર શક્તિ તમારસે વર્ષ કર્મ કર્યા કરે; પણ ચહેવ વિથ જાતિ તવ વીવાર મતિ–જે કર્મને અમુક રીતે સમઝે છે–અર્થાત એમાં જ્ઞાનની દૃષ્ટિથી જુવે છે–તેનું કર્મ વધારે બળવાળું થાય છે.
આ જ શ્રદ્ધાની દષ્ટિ, આ જ યજ્ઞભાવના, આ જ એ યજ્ઞભાવના સાથે જોડાએલું તત્ત્વચિન્તન–હજારે વર્ષ ઉપર થઈ ગએલા ઋષિઓની પ્રતિભામાંથી ઊપજાવી તમારા વર્તમાન જીવનમાં પ્રકટ કરે.
આ રેટિ એ તમારે તખ્તયજ્ઞ છે. યજ્ઞ જેટલી પવિત્ર બુદ્ધિથી કાંતવાનું અને વણવાનું કર્મ કરે–પણું તે સાથે એ યજ્ઞની ક્રિયામાંથી જ્ઞાન પણ પામે. રૂમાંથી સૂતરને તાતણે ખેંચે તે જ રીતે તમારા મગજમાંથી બુદ્ધિને તાંતણે પણ ખેંચે; એ જેમ ઝીણે અને લાંબે તેમ સુન્દર. બેશક એ તૂટી જાય તેમા શોભા નહિ, એ તે નિર્બળતાનું ચિલ, પણ જાડી બુદ્ધિ કે જાડા સૂતરમાં કાંઈ ખાસ વખાણવા જેવું નથી. બુદ્ધિ અને સૂતર તો જેમ ઝીણાં અને લાંબાં તેમ જ સારું.
તમે પૂછશે કે આટલો બધો બુદ્ધિને મહિમા શા માટે? હૃદયનું અને ચારિત્રનું શું? એને ઉત્તર કે સિદ્ધાન્તમાં એની અવગણના નહિ જ, * આ વિચાર મને જુર્વેમાં મહાત્માજી રેટીએ બેસી સૂતર કાંતતા હતા અને હું પાસે બેઠે એમની સાથે વાતચીત કરતું હતું તે વખતે, મગજમાં આવેલા. * વિતાન કહું?