________________
પ૦૪ હિન્દુસ્તાનના યોગી સંન્યાસી અને સાધુઓ ટેકિનકલ કેળવણી સંબંધી વિચાર કરવાને એક કમિટિ નીમી હતી એણે પણ તે તે વર્ગની પિતપતાના ધન્ધામાં સવિશેષ નિપુણતા જોઈ સિદ્ધાન્ત એ કર્યો કે દરેક વર્ગને પિતાના બાપદાદાને જ ધો શીખવ. વળી નિરગલ સ્પર્ધા થી પ્રજાનાં અવયવોને કેટલું કષ્ટ થાય છે, બળવાનને લાભ થઈ નિર્બળને આત્મસંરક્ષણ કેવું અશક્ય થઈ પડે છે એ સુવિદિત છે. પ્રકૃતિની આ ક્રૂરતા દૂર કરવી એમાં મનુષ્યનું મનુષ્યત્વ રહેલું છે, અને તે જ કારણથી ઈગ્લેંડમાં પણું મજુર વર્ગનાં મહાજને બંધાયાં છે. તાત્પર્ય કે ઉદ્યોગ ઉપર જ્ઞાતિસંસ્થાની કેવળ માઠી જ અસર થઈ છે એમ કહેવામાં અતિશકિત છે. નિવૃત્તિમાર્ગની ઉત્પત્તિ અન્ય સ્વતન્ત્ર કારણથી જ છે એ વાત તે અમે ઉપર અનેકવાર બતાવી ગયા છીએ.
અવિભક્ત કુટુમ્બભાવના આળસ અને નિરુદ્યોગની પોષક હોય, તે વિભક્ત કુટુમ્બભાવના પણ સ્વાર્થ અને દ્રોહની પિષક છે, અને આશ્રયને અભાવે ઘણું અમૂલ્ય શકિત બીજ રૂપે જ રહી જાય છે, ઘણી સુન્દર અને અમૃત સરખી વેલો જમીન ઉપર વગર પાંગર્યો નષ્ટ થઈ જાય છે, એ વસ્તુ પણ સ્મરણ બહાર જવા દેવી જોઈતી નથી અને તે સાથે એ વિચારવાનું છે કે–જનમંડળની ભાવના પ્રબળ રાક્ષસો ઊપજાવવામાં સિદ્ધ થાય છે કે
ગ્ય બળ સાથે પ્રેમભાવ વિસ્તારનાર ભગવાનની વિભૂતિ પ્રકટાવવામાં સિદ્ધ થાય છે? જીવનને હેતુ જ જેઓ આપણુથી ઉલટ કલ્પે છે તેમનાથી આપણું ભાવનાની ઉચ્ચતા કદી પણ સમજી ન શકાય એમાં અમને આશ્ચર્ય લાગતું નથી. પણ જ્યારે આપણું આશ્રમવ્યવસ્થા–જેની એકે અવાજે ઘણા પાશ્ચાત્ય વિદ્વાને પણ પ્રશંસા કરે છે–એમાં પણ મિ. એમનને પહેલે અને છેડે ભીખ અને કાયરતા જ લાગે, ત્યારે તેના આ અભિપ્રાયને આશ્ચર્યચિહ્ન ( ! ) થી અંકવાન અમને હક છે. ગયા વર્ષના એક અંકમાં
યોગ્ય અમાળની ભાવના જેતી નથી
members of a community as well as inheritors of family occupation. On the one hand, they have secure market for their wares, and on the other, their employers have guarantee that their trades shall be well learned. Simplicity of life and permanence of employment are here happily combined with a high degree of excellence in design and honesty of execution."
(એનસાઇક્લોપીડિયા બ્રિટેનિકાની નવમી આવૃત્તિના દ્વિતીય મુદ્રણની પરિપૂર્તિમાંથી)