________________
શંકરજયતી
જણાઈ તેવી માત્ર નેંધી છે) અને વિધિ તે ત્યાં એ ભેદ ટાળી પુરુષમાં એકતા અનુભવવાને છે. આ મારી કલકલ્પિત કલ્પના જ નથી. જે સૂક્તમાં એ વાક્ય છે એ સૂક્તનું જ સ્વરૂપ વિચારે. હજારે હાથ અને હજારે પગ, હજારે માથાં અને હજારો આખ આપણે જોઈએ છીએ–ચાર વર્ષે પણ આપણે જોઈએ છીએ—એમાં કાંઈ કહેવાનું નથી. પણ એ સર્વ એક પુરુષનાં જ અંગે છે એ કેટલા થડા જાણે છે? અને તેથી એ જ જણાવવાનું અનધિગતાર્થનમક' કૃતિનું તાત્પર્ય છે. આપણાં હમેશનાં કર્મોમાં પણ શાસ્ત્રકારોએ વૃત્તિની ઉદારતા ઊપજવા માટે ગોઠવણ રાખી છે. “શ્ય નમઃ avતિઓ મા” એ યજુર્વેદના વાક્યમાં શ્વાન અને ઢેડમાં જેવી પરમાત્મબુદ્ધિ ઉપદેશી છે તેવી પરમાત્મા–બુદ્ધિ રાખીને, વૈશ્વદેવ કર્મમાં શ્વાન અને પાચને નિત્ય અન્નદાન કરવામાં આવે, તે તિરસ્કારવૃત્તિ ધીમે ધીમે વિલય પામી એમાં પરમાત્મા–બુદ્ધિ ઊપજે. પણ હાલ કેટલા થોડા જ સમજીને કર્મ કરે છે. હાલ કેટલા થોડા જ નિત્યાનિત્યવહુવિવેક વગેરે સાથે પોતાનાં કર્મો સાંકળે છે!
એક બીજી દિલગીરીની વાત એ છે કે શંકરાચાર્યના સિદ્ધાન્ત સાથે શિવપૂજન ભમરદ્ધાક્ષધારણ વગેરે વસ્તુઓ એવી જોડાઈ ગઈ છે–કે શંકરાચાર્ય તે શૈવ સંપ્રદાયના આચાર્ય એમ મનાઈ બેઠું છે. આ ભૂલ કાંઈક એમના નામ ઉપરથી થાય છેઃ શંકરાચાર્ય તે પોતે શકરને અવતાર છે, પણ એમણે પોતાની પૂજાનો ઉપદેશ કર્યો નથી—એમણે તે શંકર વિષ્ણુ આદિ નામથી ઓળખાતા બ્રહ્માના જ્ઞાનને ઉપદેશ કર્યો છે. એ દેવોને જુદા જુદા માની જે વિવિધ પળે ઉત્પન્ન થયા હતા–માહેશ્વરાદિક–તે સર્વનું એમણે ખંડન કર્યું છે. આ ભૂલનું એક બીજું હોટું કારણ એ છે કે તામિલ દેશમાં શિવ અને વિષ્ણુ ભક્તિના ઉપદેશે જુદે જુદે વખતે થયા છે. તેમાં વાસ્તવિક જ્ઞાનને અભાવે તે તે દેવના અનુયાયીઓ વચ્ચે પ્રચંડ યુદ્ધો થયાં છે. અને એ સર્વને પરિણામે હજારે લોક–પરસ્પરના વિશ્વના
-પરાણમાં દાખલ થઈ ગયા છે. પુરાણની લોકસંખ્યા જે જૂના ગ્રન્થોમાં આપવામાં આવી છે તેની, અને હાલ ઉપલબ્ધ થતાં પુરાણેની લોકસંખ્યા વચ્ચે જે બહુ ફેર જોવામાં આવે છે, તેનું કારણું–જેમ જેમ નવાં નવાં તીર્થો બંધાતાં ગયાં તેમ તેમ એનાં માહામ્ય રચવાં પડ્યાં અને તે પુરાણમાં ઉમેરાયાં એ એક છે, તેમ બીજું કારણ આ વિવિધ દેવતાના અનુયાયીએને પિતાના મત માટે આગ્રહ અને હામાના મત માટે ઠેષ એ પણ * “અરષિાતાર્થનg vમાન.”