________________
“સનાતન હિન્દુ ધર્મ”
૬૭૫
-
-
૩
સનાતન હિન્દુ ધર્મમાં સ્વામીજી અને બધુએ-હું “સમસ્ત હિન્દુ ધર્મ સભા'ને મેમ્બર નથી, પણ એ સભાના સેક્રેટરિ રા, નગીનદાસ સંઘવીના ખાસ નિમન્ત્રણને માન્ય કરી હું અત્રે આવ્યો છું, અને એમની પ્રતિભરી આજ્ઞાને જ વશ વર્તી હું “સનાતન હિન્દુ ધર્મ વિષે બે શબ્દો બોલવા ઊભો થાઉ છુ. “સનાતન હિન્દુ ધર્મ નું જે લક્ષણ આ સભાના મેમ્બર થવા માટે બાધવામાં આવ્યું તેમાં હું આવું છું કે કેમ એની મને ખાતરી નથી. ધર્મમાં કઈપણ પ્રકારે–રાજકીય, સામાજિક વગેરે કઈ પણ હેતુથી –છૂટ છાટ થવી ન જોઈએ એ “ધર્મ શબ્દના એક અર્થમા હુ સ્વીકારૂ છું; પણ તે સાથે એમ પણ માનું છું કે એ જ શબ્દના વિશાળ અર્થમાં રાજકીય અને સામાજિક જીવન પણ સમાય છે અને તે રીતે જોતાં ઉક્ત હેતુથી એમા “છૂટ છાટ’ કરવાને પ્રસંગ જ ઉત્પન્ન થતો નથીઃ “છૂટ છાટ' થાય છે તે એક જ પ્રકારની કે જે પ્રકારની શ્રી કૃષ્ણ ભગવાન ગીતામા બોલાવંશજોવા િસંપરથન શર્તમëરિ’ એ વચનમાં “લોકસંગ્રહ– અર્થે ઉપદેશ છેઃ તાત્પર્ય કે ધર્મ જે અમુક રાજકીય કે સામાજિક વ્યવસ્થા ઉપર આધાર રાખતું હોય તો એ વ્યવસ્થા ધર્મ ખાતર જ સિદ્ધ કરવાની જરૂર પ્રાપ્ત થાય છે. બીજું, ચાલુ રૂઢિથી ભિન્ન મત ધરાવી ધર્મ પરત્વે જે કાઈ માનવામા કહેવામા કે આચરવામાં આવે તે “સનાતન ધર્મની છુટ છાટ છે એમ મનાતુ હોય તે એ “સનાતન ધર્મ ની વ્યાખ્યા મને સ્વીકાર્ય નથી, અને એ અર્થને સનાતનધર્મી ગણાવા હું જરા પણ ઉત્સુક નથી.
સનાતન હિન્દુ ધર્મ કેને કહે કે “સનાતન'–શબ્દમા જ એને ઉત્તર છેઃ હતા કે અઘતન બલ્ક –ગઈ કાલને, આજન, કે આર ભને–એમાથી કઈ પણ “સનાતન” નહિ; “સનાતન એ જ કે જે નના કહેતા નિત્ય–તાવિક રૂપે નિત્ય–રહેલો હોય. આ નિત્ય ધર્મનાં તત્વ શી રીતે નક્કી થાય? બ્રાહ્મણને પૂછીને? “વનાં ત્રાઘા ગુર
“સમસ્ત હિન્દુ સનાતન ધર્મ સભા નામે એક સંસ્થા અમદાવાદમાં સ્થપાઈ તેના મેળાવડામા એના સેક્રેટરિ રા. નગીનદાસ સંઘવીએ મને સનાતન હિન્દુ ધર્મ સંબન્ધી મારા પિતાના વિચારે જણાવવા કહ્યું તે ઉપરથી આ ભાષણ કરવામાં આવ્યું હતું. મારા પિતાના વિચાર જણાવવાના હોવાથી “હુપદનો બહુ પ્રયોગ થયો છે તે વાચક ક્ષમા કરશે,