________________
સનાતન હિન્દુ ધર્મ”
'
હટ
સાથે એકતા પામે છે, અને ઘેર ઘેર વસતે કલ્યાણકારી પદાર્થ છે તેથી શિવ' કહેવાવાને પણ ગ્યા છે. અગ્નિમાં વ્રતની ધારાને ઠેકાણે એને મળતે શિવ ઉપર જળને અભિષેક ચાલ્યો; અગ્નિની જવાળામાં ગૂંથાએલા ધૂમને શિવની જટારૂપે દર્શાવવામાં આવ્યો, અને તે જ કારણથી શિવ નીલકંઠ' પણ કહેવાયા; શિવ સાથે ભસ્મ પણ અગ્નિ સાથેની એમની એકતાના કારણથી જ જોડાઈ અને “gvમે શરવાતિ માઁ હે મા ક્ષા વિવેરા” એ અગ્નિમસ્ત્રમાંથી જ શિવનું મહાદેવ” નામ અને વૃષભ યાને પિઠીયા સાથે સંબધ ઉત્પન્ન થયો છે. અસલ, મૂર્તિને બદલે વેદિ ઉપર અગ્નિ સળગાવી લઈ ધર્મકાર્ય કરવામાં આવતુ; પાછળથી એ જ અગ્નિને મૂર્તિરૂપે કાયમ સ્વરૂપ આપવામાં આવ્યું—એમાં મૂર્તિપૂજાના તત્ત્વ પર શું ફેર પડયો ? સાદો પત્થર વાપરે કે આરસપહાણની મૂર્તિ કરે, દીવો પ્રજવાળા, કે પુસ્તક પધરા–એ સર્વ જેમ સરખાં જ છે, તેમ અગ્નિ સળગાવીને પરમાત્માનું યજન કરે કે શિવલિંગ કરીને કરે એમાં ફેર નથી.
શાસ્ત્રીજીએ સનાતન ધર્મનાં તત્તમાં બીજું તત્ત્વ અવતાર સંબધી માન્યતા એ બતાવ્યું. આ પણ મને માન્ય છે. સ્વર્ગમાં વસતો ઈશ્વર પૃથ્વી ઉપર કેમ અવતરી શકે, કે મનુષ્ય કરતાં અનન્ત ગણે શ્રેષ્ઠ એ ઈશ્વર મનુષ્ય અને પશુનાં રૂ૫–જે અવતાર કથામાં એણે લીધેલાં કહેવાય છે–તે કેમ લઈ શકે એ સ્થૂળ દલીલ તો દૂરાપાસ્ત છે, પણ પ્રકૃતિ અને જીવ થકી નિરાળો એવો ઈશ્વર પ્રકૃતિ અને જીવ રૂપે કેમ સંભવી શકે એ સૂક્ષ્મ દલીલને ગઢ તૂટ પણ ઘણાં વર્ષો થઈ ગયાં અને અત્યારે પશ્ચિમમાં ઈશ્વરમીમાંસાનું એક એવું પુસ્તક નથી લખાતું કે જેમાં, ઇશ્વરના Transcendence'–પરત્વ–ની સાથે “Immanence–અન્તત્વનું પ્રતિપાદન ન થતુ હોય તાત્પર્ય કે ઈશ્વર પદાર્થમાત્રથી નિરાળે છે એવા એકદળી સિદ્ધાન્તથી ઊપડતાં અવતાર અશક્ય થાય છે, પણ ઈશ્વર પદાર્થમાત્રના અતરમાં રહેલો હોઈ એમાં પ્રકટ થાય છે એવું બીજું દળ
જ્યાં સ્વીકારાયું કે તુરત એને અવતાર–યાને પ્રાકટય–ને સિદ્ધાન્ત સિદ્ધ થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મપુસ્તક કહે છે કે “મનુષ્ય પરમાત્માની પિતાની જ આકૃતિમાં બનેલે છે'––અર્થાત જીવાત્મા અને પરમાત્મા એમાં જે આત્મતત્ત્વ વિરાજમાન છે તે એક જ હોઈ બીજી ભાષામાં, જીવાત્માને પરમાત્માનું પ્રતિબિમ્બ જ માનવું પડે છે. તે જ પ્રમાણે આ વિશ્વમાં વિશ્વના અર્થરૂપ–પ્રકાશરૂપ–જે ચૈતન્ય સ્કુરે છે, અને જે એને આપણું સાથે બોલતું ચાલતું કરે છે એ પરમાત્માનું જ દશન છે. આમ જીવાત્મા અને બાહ્ય જગત ઉભયમાં પરમાત્માનું જ પ્રાકટય હોઈ ઉભય પરમાત્મા