________________
છે કે
રિશી
અને અમેરિકા પર ચઢી ગયા હોય છે. બૌદ્ધ યુગ
૬૮૨
સનાતન હિન્દુ ધર્મ છતાં પછીથી જન્મ પ્રમાણે ચલાવ્યા છે, તેમાં સમાજના સંરક્ષણની અને સંવર્ધનની મ્હોટી કારીગરી સમાએલી મને લાગે છે. એ વ્યવસ્થાનું ખરું ડહાપણ આ યુદ્ધ દરમિઆન મહારાથી બરાબર સમજાયુંઃ વર્ણધર્મની દરેક વ્યક્તિની ઈચ્છાનુસાર પસંદગી કરવા દેવાથી પરિણામ એ આવે છે કે આખો દેશ કેટલીક વાર એક જ સૂરે ચઢી જાય છે. બૌદ્ધ યુગમાં આપણો દેશ વૈરાગ્યરૂપી બ્રાહ્મણત્વને સૂરે ચઢી ગયો હતો. વર્તમાન યુગમાં લગભગ યૂરોપ અને અમેરિકા વૈશ્યસુરે ચઢી ગયાં છે; જર્મનિ–ખાસ કરીને પ્રશીઆ-ક્ષત્રિયસૂરે ચઢી ગયું છે. ત્યાંના બ્રાહ્મણે–ફેસરે–પણું
ચાર્યની રીતે બ્રાહ્મણત્વમાંથી ચળી ક્ષત્રિયત્વને શરણે થઈ ગયા છે અને લાંબો સમય વૈશ્યવૃત્તિ સેવીને અત્યારે ઈગ્લડે પણ “conscription” યાને સમસ્ત પ્રજાવ્યા૫ક ક્ષત્રિય ધર્મ અંગીકાર કર્યો છે. કેઈ પણ પ્રજા કઈ પણ કાળે એક જ ધૂને ચઢી જાય એ ઠીક છે? “ફ્રી ટ્રેઈડ”—યાને અપ્રતિબદ્ધ સ્વેચ્છાનુસાર વહેપાર–ના ઘણા લાભ છે, તેમાં સ્ફોટામાં મહેાટે લાભ એ છે કે જે દેશ કાળ મનુષ્ય જે ઉદ્યોગને યોગ્ય હોય તે તે કરેઃ એમાં રાજ્ય કે કોઈ વચમાં આવે નહિ, અને સ્વતંત્રતાને સિદ્ધાન્ત જળવાય. પણ “ફ્રી ટ્રેઇડ' પ્રજાસમષ્ટિની દૃષ્ટિથી જોતાં હિતકારી નથીઃ ઈગ્લડે એના અનુસરણમાં ખેતી ગુમાવી અને ઘણું જરૂરી ધંધા જર્મનિના હાથમાં જવા દીધા. અત્યારે એ આર્થિક નીતિની ભૂલ સમજાય છે, અને પ્રજાસમસ્તના હિત ખાતર રાજ્ય વચમાં પડીને સર્વ જાતના ધંધાઓ કેળવાય એવી યોજના કરવી જોઈએ એમ મનાય છે. તે જ પ્રમાણે, કેવળ દરેક વ્યકિતની સ્વતન્ત્રતા અને ન્યાય વિચારીને જ સમાજ ચાલવા દેવો હોય તે વર્ણવ્યવસ્થા ન જોઈએ; પણ જન સમસ્તના હિતની દૃષ્ટિએ જ વિચાર કરે હોય–હિતની આગળ ન્યાય અને સ્વાતંત્ર્યનાં તત્ત્વને નમાવવાં હોય–તે વર્ણવ્યવસ્થા આવશ્યક છે. પ્રજાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શદ ચારે વર્ણની જરૂર છે, અને તેથી કઈ કઈમાં લોપ પામી ન જાય તે માટે જન્માનુસાર વર્ણભેદનો નિયમ રાખવાની આવશ્યકતા છે. પણ તે જનતાના હિત ખાતર. જ્યાં જનતાનું હિત જ સચવાતું ન હોય
–જેમકે હાલની નાતજાતની સ્થિતિમાં–ત્યાં સનાતન ધર્મને નામે ખોટા વર્ણભેદ માટે આગ્રહ ધરાવો એ મને યોગ્ય લાગતું નથી.
સનાતન ધર્મમાં ચોથું તત્ત્વ શાસ્ત્રીજીએ શ્રાદ્ધનું બતાવ્યું. એની ઈચ્છતાના સંબન્ધમાં પણ હું એમની જોડે મળું છું. પણ પિતૃઓને આપેલા પિડ એમને પહોંચે છે કે નહિ એ પ્રશ્ન શ્રાદ્ધના વિષયમાં તાવિક નથી. શ્રાદ્ધ જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે–પર જીવન છે અને આપણું હાલાં