________________
૬૯૨
અહિંસાધર્મ શાસ્ત્રથી નિયમાવી જોઈએ તે માટે દેવકાર્ય અને પિતૃકાર્યમાં જ સ્મૃતિકાર એને વિધિ કરે છે.
પિતૃપ મર જામવા વિધા तत्त्वारिषेण कर्तव्यं प्रशस्तेन प्रयत्नतः॥
ઈત્યાદિ. પરંતુ આ વિધિમાંથી ધીમે ધીમે એને અપવાદ માનવા તરફ ગ્રન્થકાર ઢળે છે––-અને કહે છે –
मधुपके च यज्ञे च पितृदेवतकर्मणि। अत्रैव पशवो हिंस्या नान्यत्रेत्यब्रवीन्मनुः॥
અર્થાત –અહિસા એ સામાન્ય નિયમ, અને એમાંથી અમુક પ્રસંગે અપવાદ કર્યા વિના ચાલ્યો નહિ માટે અપવાદ.
था वेदविहिता हिंसा नियताऽस्मिंश्चराचरे। अहिंलामेष तां विद्यादेहाद्धर्मो हि निर्बभौ ॥
એમ વેદવિહિત હિંસાને સ્વીકાર–દેવકાર્યમાં અને પિતૃકાર્યમાં– એ ઋતિકારથી છૂટી શો નહિ, તથાપિ સત્યધર્મ–અહિંસાધર્મ–ની અસર એના આત્મા ઉપર પ્રબળ રીતે થવા લાગી છે; અને જે જનસમાજ જેવો હોય તે લઈ એને માટે આચારના નિયમો રચવાની ફરજ સ્કૃતિકારની ન હોત તે કદાચ માંસને એ સર્વ પ્રસંગે નિષેધ કરતકારણકે એ આગ્રહપુર સર કહે છે કે – '
स्वसांस परमांसेन यो वर्धयितुमिच्छति। अनभ्ययं पितॄन देवांस्ततोऽन्यो नास्त्यपुण्यकृत् ।। वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत शतं समाः। मांसानि न खादयेधस्तयोः पुण्यफलं समम् ॥ मांस भक्षयितामुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ।।
જે માણસ પોતાનું માંસ બીજાનું માંસ ખાઈને વધારવા ઈચ્છે છે– માત્ર પિતૃઓને અને દેવને અર્ચવાના પ્રસંગ શિવાય–તેના કરતાં વધારે પાપી બીજે કેઈ નથી. વર્ષે વર્ષે એક અશ્વમેધ એમ સો વર્ષ અશ્વમેધ યાગ જે કરે, અને જે માંસનો ત્યાગ કરે–એ બેનું પુણ્ય સરખું છે. મને (i) એ (૩) ત્યાં (પરલોકમાં) ખાશે, જેને હું અહીં ખાઉં છું—એ. કારણથી માંસને માં અને સર શબ્દ મેળવી “માં” કહે છે.