________________
૭૦૦.
અહિંસાધર્મ
અને બ્રિટિશ સરકારને અરજી ઉપર અરજી કરવી કે બકરી ઈદ સામે સુલેહનો ભંગ કરે એ નથી. કેઈ પણ ધર્મને આચાર ખરા હૃદયમાંથી ઉદ્ભવે નહિ ત્યાં સુધી એની કાંઈ જ કિમત નથી. દેશમાં અહિંસાને ઉપદેશ વિસ્તાર અને પશુહેમ અને કતલખાના એની મેળે જતાં રહે એવું કરે. શુક્રવારના મેળામાં અને પર્યુષણના તહેવારમાં કતલખાને લઈ જવાતાં પશુઓને–ખાટકીને મમ્હોંમાગ્યું દ્રવ્ય આપી છોડાવવામાં આવે છે. એ ખોટું નથી; જ્યાં સુધી આપણામાં દ્રવ્યની દરકાર ન કરતી, અને અર્થશાસ્ત્રના નિયમોથી ન અંજાતી, એવી તીવ્ર જીવદયાની લાગણું છે ત્યાં સુધી જ જીવદયાને વાવટો આપણે ઊભે રાખી શકીશું. પણ લાગણી સાથે વિચાર ભેળવીને, આપણું દયાને ખરેખર દયારૂપ કરીએ અને ખાટકીઓના ખીસાં આપણે એવી રીતે ન ભરીએ કે જેને પરિણામે વધારે છે ખરીદી વધારે જોરથી પિતાને ધન્ધો તેઓ ચલાવી શકે, તે માટે આપણે સંભાળ રાખવી જોઈએ.
હિંસા એટલે કેવળ પ્રાણ હરવા એમ નથી. પ્રાણને હાનિ યાને કેાઈ પણ પ્રકારની શારીરિક વ્યથા એ હિસા છે, અને તેથી મૂંગાં પ્રાણીઓને પડતાં દુખે જેમ બને તેમ ટાળવા આપણે મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. આપણા જીવનવ્યવહારમાં પશુઓ સાધનભૂત થાય છે. તેમાં એ જે કામ આપે છે તેના બદલામાં આપણે એમને ખોરાક આપીએ છીએ, પણ મનુષ્ય તરીકે આપણું ફરજ માત્ર એ બદલો વાળવા કરતાં આગળ જાય છે. જ્યારે એ પ્રાણીઓ રેગ, વૃદ્ધાવસ્થા વગેરે કારણથી આપણને નકામાં થાય છે ત્યારે પણ એમનું પાલન કરવાની આપણી ફરજ છે. એ ફરજ સ્વીકારી આપણે પાંજરાપોળો બાંધી છે, પણ એની દુર્થવસ્થા ઘણી વખત અહિંસાધર્મવિમુખ જન તરફથી હાસી ઉત્પન્ન કરે છે. એ દુર્વ્યવસ્થામાં એક કારણ અધુરી દ્રવ્યશક્તિ હોય છે, પણ વિશેષમાં અજ્ઞાન પણ એમાં થડે ભાગ લેતું નથી. એ પાંજરાપોળ અર્વાચીન પશુવૈદ્યક અને સામાન્ય આરોગ્યશાસ્ત્ર તથા જતુશાસ્ત્રનો પૂરેપૂરો લાભ લઈને કામ કરે તે આ ખોડાઢેરનાં નરક સુન્દર પશુપંખીઓથી વસેલા બગીચાઓ બની જાય. બેશક, એ કામને એની શ્રેષ્ઠ ભૂમિકાએ પહોંચાડવા માટે અધિક દ્રવ્ય જોઈએ, પણ એ દ્રવ્ય આવી મળશે–ત્યારે આવી મળશે કે જ્યારે દ્રવ્યને સારે ઉપયોગ થશે એમ તટસ્થ પ્રજાને વિશ્વાસ આવશે; તથા એ સ્થાનમાં જોવા આવનાર સ્ત્રીપુને આ પશુનાં સ્થાન મનુષ્યનાં વસતિગૃહે અને હોસ્પિટલો જેવાં દેખાશે, અને પશુ અને