________________
અહિંસાધર્મ
૭૦૩
(૨) હિન્દુસ્થાનમાં–જેમ હાલ તેમ પ્રાચીન કાળમાં–અહિંસાધર્મ પૂરેપૂરે પળા નથી એ ખરું. પણ તેમાં કારણ કેટલીક ઐતિહાસિક અને અનિવાર્ય માનસિક સ્થિતિ છે. આર્ય અનાર્ય સર્વ ધર્મ એક જ ધરચનામાં સંગ્રહવા એ હેલું ન હતું; તેમ દેવ અને પિતૃઓ રખેને નારાજ થશે એ ભયથી કેટલાક અતિ પ્રાચીન રિવાજે, અહિંસાધર્મ વિસ્તર્યો છતાં પણ, સામાન્ય જનસમાજમાં ચાલુ રહ્યા. ઉચ્ચ સંસ્કારી જનના આચારમાંથી એ ધીમે ધીમે નીકળી ગયા. આ વાસ્તવિક ઐતિહાસિક સ્થિતિ છે. પણ એમાં હિન્દુ ધર્મનું લક્ષ્ય તે હમેશાં અહિસા તરફ જ રહ્યું છે અને પૃથ્વી ઉપર અહિંસાધર્મનું સૌથી વધારેમાં વધારે પરિપાલન કરનાર દેશ તે હિન્દુસ્થાન છે.
(૩) અહિંસાધર્મ એ માત્ર હદયની વૃત્તિ નથી. પણ મગજની પેજના અને હાથની ક્રિયા છે. માટે દેશકાળને અનુસરી પ્રજાના કેઈ પણ વર્ગની લાગણું દુઃખાય નહિ એ રીતે, તથા અનુકૂળતાને પૂરેપૂરે ઉપ
ગ કરીને એટલે કે સરકારની તેમ જ પ્રજાના સર્વ વર્ગની મદદ મેળવન–એ ધર્મને આપણું વ્યવહારમાં મૂર્તિમન્ત કરવો જોઈએ.
આ માટે—હું સારી રીતે સમજું છું કે મારા ભાષણ કરતાં બહુ સમર્થ પ્રેરક બળ આપને જોઈશે. એ બળ હિદુસ્થાનના હૃદયભૂત આર્યવર્તના મહાકવિ અને ભક્તધુરંધર શ્રી તુલસીદાસજી કરતાં કેણું વધારે સમર્થ શબ્દમાં આપી શકશે?
दया धर्मको मूल है, पाप मूल अभिभान । तुलसी दया न छोड़िये, जब लग घटमें प्रान ॥
यादेवीसर्वभूतेषु दयारूपेण संस्थिता । માટે–રમત રમત રમeતૐ નમો નમઃ | (સપ્તશતી)
[વસન્ત, કાર્તિક સં. ૧૯૭૪]