________________
૭૨
આહસાધર્મ
કરવાથી અજ્ઞાન રૂપે જામી ગઈ છે એમ લાગે છે. એ દૂર કરવા આપણું ખાતાએ સરકારના વેટરિનરિ (પશુવૈદ્યક) અને એગ્રીકલ્ચરલ (કૃષિ) ખાતાની મદદ લેવી જોઈએ, તેમ એ ખાતાને મદદ આપવી જોઈએ.
આમ સરકાર સાથે ગૂંથાઈને કામ કરવા ઉપરાંત પ્રજાના સર્વ ભાગને આપણું કાર્ય પ્રત્યે આકર્ષવાની જરૂર છે. તે માટે મારી એક એ સૂચના છે—જોઉં છું તે પ્રમાણે “ બે હ્યુમેનિટેરિયન લીગ” તરફથી એ અમલમાં પણ મૂકાઈ ચૂકી છે–તે એ કે ધર્મ અને જાતિને ભેદ બાજુપર મૂકી દેશી વિદેશી, ખ્રિસ્તી, હિન્દુ, બ્રાહ્મણ, જૈન, પારસી, મુસલમાન સર્વની આ પવિત્ર કાર્યમાં જે જે રીતે મદદ મળી શકે તે તે રીતે તે લેવી. કેટલાક ઉમદા પારસી ગૃહ –જેમ કે આપણું મિત્ર શેઠ
ખા. બ. આદરજી ભચેરછ દલાલ તથા મી. વીમા દલાલ એમણે તે આ કાર્ય પિતાનું જ કર્યું છે, અને એમના સંબંધથી આ સંસ્થાના સ્થાપકને બહુ ઉત્સાહ મળે છે, પણ સામાન્ય રીતે પારસી ગૃહસ્થ “વેજિટેરિયન– ધાન્ટેક આહારી–ન થાય અને માત્ર ગાય માતાના રક્ષણ જેટલી જ ભદદ આપે છે તે પણ બહુ કિમતી મદદ તરીકે માનવી. અષો જરથુ ઉપદેશેલા ધર્મમાં ખેતીના ધંધાને જે મહત્તા આપી છે અને તેને અંગે ગાય વગેરે પશુનું પાલન કરવાની જે ફરજ બતાવી છે––તે અસાધારણ માપની અને બહુ પ્રશંસાને પાત્ર છે. અને આપણું પારસી બધુઓની સહાનુભૂતિ મેળવવામાં આવે તે પાંજરાપોળે સુધારવામાં એ બાહોશ કોમ બહુ ઉદાર અને સમર્થ સાહ્ય આપી શકે, તે જ પ્રમાણે યુરોપિયના મહેટા ભાગને માંસપરિહાર કે ખેડાં ઢેરની સેવા પસંદ ન પડે, પણ સાજાં પશુને બિલકુલ દુઃખી થવા ન દેવાં એ બાબતમાં તેઓની લાગણી બહુ તીવ્ર હોય છે, અને એટલા પૂરતી એમની મદદ લેવામાં આવે તો તે બહુ ઉપયોગી થવા સંભવ છે.
આમ વિશાળ પાયા ઉપર, નવે ધારણે અને નવી વિદ્યાથી–પણ સ્વદેશી હૃદયથી–આ જીવદયાની સંસ્થા આપણે ચલાવવી જોઈએ.
બહેને અને બધુઓ, હું દીલગીર છું કે મારું ભાષણ મારા ધાર્યા કરતાં, અને આપ સહન કરી શકે છે. કરતાં, લાંબું થયું. હું એ હવે એકદમ બંધ કરું છું; માત્ર સારરૂપે ત્રણ મુદ્દા રજુ કરું છું –
(૧) અહિસા લાભકારી છે; પણું લાભકારી હો વા ના હે; એ વાણિજ્ય નથી, ધર્મ છે.