________________
અહિંસાધર્મ
' (૩) આમ ઔપનિષદ અને ભાગવત ઉપદેશ પશુહોમને જોરથી નિન્દ છે, પણ તેઓનું કાર્ય પૂરેપૂરું ફતેહમન્દ થાત જ નહિ, જે હિન્દુ ધર્મના મધ્ય ભાગમાં જ–દેહમાં વાંસાની કરે છે તેમ–એને ટેકવી રાખનાર જોઈતી અનુકૂલતા ન હોત તે. એ અનુકૂલતા વેદના બ્રાહ્મણ ભાગના વા તે કરતાં પણ કદાચ પૂર્વના કાળથી ચાલતા આવેલા પચમહાયજ્ઞના ધર્મમાં રહેલી હતી. એ પંચમહાયજ્ઞમાંના ભૂતયજ્ઞમાં પ્રાણીમાત્રની બધુતા અનુભવવા માટે–પશુપંખી અને કીટ પર્યન્તને-ગૃહસ્થ જાતે પ્રતિદિન અન્નદાન કરવાને વિધિ હતો. આ પ્રતિદિન અનુભવાતા બધુભાવે પંચયજ્ઞમાં અહિસાને પહેલી મૂકી હતી– અને એ પંચયજ્ઞ બ્રાહ્મણ, જૈન, અને બૌદ્ધ સર્વનું એકસરખું ધન છે, લગભગ એકજ શબ્દોમાં એનું પ્રતિપાદન થયું છે. વળી આ અહિંસાધર્મની ભાવનાએ પ્રજાના શ્રૌત યજ્ઞ ઉપર પણ ઘણી અસર કરીઃ વર્ષને જુદે જુદે તુસાધિને કાળે કૃતિમાં જે યજ્ઞ કરવાના કહ્યા હતા તેમાં બહુ ભાગે પશુનું બલિદાન આપવામાં આવતું એને સ્થાને ધાન્યને પ્રયોગ દાખલ થયે–અને શૌત યજ્ઞોએ ધીમે ધીમે, કાળ જતાં, સ્માર્ટ ઉત્સવોનું રૂપ લીધું.
(૪) આમ ઔપનિષદ ભાગવત અને પચયજ્ઞાનુકાનના ધ અહિંસાધર્મને વિસ્તાર્યો. પણ આ માર્ગમાં વહેતું સાથી હેટામાં હેટું વહેણુ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે પ્રવર્તાવેલા ઉપદેશરૂપી છે. ગૌતમ બુદ્ધ હિંસા કરતાં પણ વિશાળ અનર્થરૂપ જે વાસના યા અહંબુદ્ધિ (આત્મવાદ') –જેમાંથી સ્વર્ગની લાલસા અને સ્વર્ગથે યજ્ઞ ઉત્પન્ન થાય છે તે ઉપર –મૂળમાં જ–કુહાડે માર્યો—-અને પ્રાચીન ઔપનિષદ વૈરાગ્યધર્મ ચારે વર્ણમાં વિસ્તાર્યો; આમ “આત્મવાદ અને વાસને સાથે હિંસા પણ કાઢી. મહાવીર સ્વામીએ સંસાર અને કર્મનાં બધૂન તેડવા માટે તપનો મહિમા કહ્યો; પણ એમના આખા ધર્મને મેખરે–પંચવતમાં મુખ્ય વ્રત– અહિસાને મૂકી. આ વ્રતને સ્વીકાર એમના પહેલાંથી ચાલતે આવતા હતું, પણ એમણે એને એવો સમર્થ ઉપદેશ કર્યો કે ઔપનિષદ અને ભાગવત ધર્મની બહાર–મનુસ્મૃતિમાં વર્ણવી છે તેવી–જે દૈધીભાવની સ્થિતિ પ્રવર્તતી હતી તેમાંથી દેશના મ્હોટા ભાગને તાર્યો; હજારે સ્ત્રી-પુરુષોએ
હિંસા પરમો ધર્મ' એ સિદ્ધાન્તને જીવનને મહામન્ન કર્યો, અને આજ હિંદુસ્થાન અહિંસાધર્મના આચારવડે જ પૃથ્વીના સર્વ દેશોથી જે જુદા અંકાઈ આવે છે એ મહિમા ઘણે ભાગે મહાવીર સ્વામીને છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશને જ પ્રતાપે, પ્રાણીઓની હિસા ન
૮૮