________________
-
-
૬૯૪.
અહિંસાધર્મ જાએલાં હતાં એમ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી—એમ ન હતું એમ હું માનું છું—પણ ઉત્તરાશ્રમમાં, જ્યારે વૃત્તિ પાકતી ત્યારે જ એને ઉપયોગ ખરેખરે અને ઘણે ભાગે થતે એમ તે ખરું. તેથી આ અહિંસાધર્મ એને પૂર્ણ સ્વરૂપમાં ઉત્તરાથમીઓને જ ધર્મ હતો, (ચતુર્થાશ્રમમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ પ્રતિજ્ઞા સર્વભૂત માત્રને અભયદાન કરવાની જ હતી) એમ કહીએ તે ચાલે. આ જ કારણથી રાજાની મૃગયા આશ્રમ આવતાં અટકી જતી અને કોઈ પણ પ્રાણીને દુઃખ કરવું એ આશ્રમધર્મ વિરુદ્ધ છે એમ મનાતું. આ ઉત્તરાશ્રમને ધર્મ એ આશ્રમમાં પળાય અને છતાં બાકીના આશ્રમ ઉપર એની કાંઈ અસર જ ન થાય એમ બને નહિ; એ આશ્રમના ઘણું ઉત્તમ ધર્મો ગૃહસ્થાશ્રમમાં વિધિ તરીકે મુકાયા નહોતા, ત્યારે પણ ગૃહસ્થાશ્રમમાં અનેક જનોએ એ પાળવા માંડયા હતા અને તુલાધાર જે જાતિએ વૈશ્ય હતો એ જાજલિ મુનિ સાથેના સંવાદમાં પશુયાને “ક્ષાત્રયજ્ઞ” કહે છે. મનુસ્મૃતિની હૈધીભાવની સ્થિતિ એમની એમ પડી રહે એ શકય જ નહોતું. અહિંસાધર્મ એક ખુણેથી પ્રવેશ કર્યો હોત તે પણ તે ધર્મ પરિવર્ત કરી શકત–પણ આ તે હિન્દુ ધર્મને મધ્ય સ્થાને–પંચમહાયજ્ઞના અનુષ્ઠાનમાં જ—એને સ્પષ્ટ વાસ હતો. અને મનુ મહારાજ પરિપૂર્ણ અહિંસાધર્મપર્યન્ત ન પહોંચી શક્યા, તથાપિ એમણે આર્યધર્મનું મુખ તે એ દિશાનું જ સ્વીકાર્યું હતું. સમસ્ત પ્રજા એકદમ એ ઉચ્ચ ભૂમિકાએ ન પહોંચી શકી, તથાપિ એના સંસ્કારી છાએ જોયું કે
न भूतानामहिंसाया ज्यायान् धर्मोऽस्ति कश्चन । यस्मान्नोद्विजते लोको जातु किंचित् कथंचन ।
सोऽभयं सर्वभूतेभ्यः सम्प्राप्नोति महामुने ।-म. भा. =પ્રાણીમાત્રની અહિસા–એ કરતાં ચઢીઆતે બીજે કઈ ધર્મ નથી. કેઈ પણ પ્રાણું કઈ પણ રીતે જે માણસથી ત્રાસ ન પામે તે માણસ સવ પ્રાણી માત્રથી પણ અભય પામે છે.
આ એકાતિક–સર્વથા–અહિસાધમાં વેદવિરુદ્ધ છે એમ વેદધર્મના એકદેશી જ્ઞાનવાળાને કદાચિત લાગે, અને જાજલિને લાગ્યું, ત્યારે એના ઉત્તરમાં તુલાધારે કહ્યું –
નારિક ત્રાણિત न यज्ञं च विनिन्दामि यज्ञवित्तु सुदुर्लभः ।