________________
સનાતન હિન્દુ ધર્મ
આ પ્રમાણે
એનાં તત્વ શાં શાં છે
હશે. છતાં, આ
સગાં સંબધીઓ દેખાતાં બંધ થયા એટલે લુપ્ત થઈ જતાં નથી પણ પરજીવનમાં રહે છે એવી જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે–એ શ્રદ્ધા જ એનું ખરું તત્ત્વ છે. બીજું–સનાતન હિન્દુ ધર્મને શ્રાદ્ધવિષયક વિધિ જોશે તે તેમાં એક મનહર વસ્તુ આપને એ જોવામાં આવશે કે એની ક્રિયા આનન્દ આનન્દથી જ ભરપૂર છે. જીવ મૃત્યુ પામે એટલે કુટુમ્બથી વિખૂટો પડી ગયો છે કે નષ્ટ થઈ ગયો છે એવી શોકની સમજણ જ એમાં નથી. એ જીવ હમેશાં પાછળનાંની સાથે, એમની વચમાં જ વસે છે, કુટુ
ખનાં સુખ દુઃખના પ્રસંગમાં એ ભાગ લે છે, અને છતાં એ એક ભૂત * પ્રેત તરીકે નહિ પણ દેવ રૂપે–એવી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જગલી નથી પણ પ્રાચીનકાળમાં રેમન વગેરે ઘણું મહાન પ્રજાએ એ ધરાવતી હતી એમ ઈતિહાસ ઉપરથી જણાય છે. શ્રદ્ધાથી પ્રેરાઈ જાપાને રશિયા સાથેના યુદ્ધમાં કેવાં વીર કૃત્યો કર્યાં હતાં એ તમે જાણે છે.
આ પ્રમાણે સનાતન ધર્મ સંબધી મારી વિચારપદ્ધતિ. કદાચ તમારી જુદી હશે, તથાપિ એ ધર્મનાં તત્ત્વ શાં શાં છે એમાં મારી તમારી સાથે ઘણે ભાગે એકતા છે–એટલું તે તમને જણાયું જ હશે. છતાં, આ
સમસ્ત હિન્દુ સનાતન ધર્મસભા” ના આપના સેક્રેટરીએ બાંધેલા લક્ષણમાં હું પ્રવેશ કરવા ઈચ્છતા નથી.
છેવટે, હું આપને એક હકીકત કહેવા માગું છું. આપમાંના ઘણાનું એવું માનવું જણાય છે કે વડોદરાના નરેશ શ્રીમતિ સયાજીરાવ ગાયકવાડ સનાતન હિન્દુ ધર્મના ઉચ્છેદક છે. પણ આપ જાણીને આશ્ચર્ય પામશે કે આપ જેને ઉચ્છેદક માને છે તે જ પતિએ મારી પાસે હિન્દુ ધર્મનાં સનાતન ત વિષે હમણાં એક બાળપોથી તૈયાર કરાવી છે અને એ એમની ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શાળાઓમાં ચાલવાની છે. એ નપતિની આજ્ઞાને અનુવર્તતા એમના અમલદારોને પણ સનાતન ધર્મ માટે કેટલી લાગણું છે એ આપને આટલા ઉપરથી જણાશે કે—મારા પુસ્તક સંબધી કમિટિએ મને ભલામણ કરી છે કે “સધ્યા પૂજા અને શ્રાદ્ધના વિષય એમાં દાખલ કરવા.” વસ્તુતઃ એ વિષય એમાં હતા જ–તેમાં પહેલા બે તે બહુ સ્પષ્ટ રીતે–છતાં એ તરફ એમની દૃષ્ટિ ગએલી નહિ અને તેથી તેઓએ એ પ્રમાણે લખ્યું. પરંતુ આમાંથી હું આપને જણાવવા એ માગું છું કે હિન્દુ ધર્મના કેવા કેવા વિષયો ઉપર પણ એમનું લક્ષ રહે છે. આટલી હકીકત એ નરેશને અન્યાય ન થાય તે માટે–સામાન્ય મનુષ્યને જેમ ન્યાયને હક છે તેમ નરેશને પણ છે તેથી જાહેર કરું છું,
[વસન, શ્રાવણ સં. ૧૯૭૩ ]