________________
અહિંસાધર્મ
મનુષ્યજાતિ પ્રત્યે કર્તવ્ય ઉત્પન્ન થાય છે–એમ કહેવામાં આવે, તો જે મનુષ્યવર્ગ મનુષ્યજાતિના ઉત્કર્ષમાં નહિ જેવો ભાગ લે છે–જેમકે - આફ્રિકાના જંગલી લોક–તેઓ પ્રત્યે મનુષ્યનાં મનુષ્ય તરીકે કર્તવ્ય ઉત્પન્ન થાય જ નહિ! (જર્મને જર્મન “State –રાષ્ટ–અહાર પિતાને કાંઈ પણ નૈતિક બન્ધન હોય એમ માનતા નથી એમના જેવી એ દલીલ ગણાય). વસ્તુતઃ આ સઘળું વિશ્વ એક છે, એના સઘળા પદાર્થો એકઠા વસે છે. એક બીજા સાથે સંધાએલા-ગૂંથાએલા છે, અને એક જ રચનાનાં સર્વે અંગે છે એ વિશ્વદષ્ટિથી જોતાં, મનુષ્યને મનુષ્યનાં, મનુષ્યજાતિ કરતાં બહુ મહેટા વિશ્વના અંગમાં, કર્તવ્ય રહેલાં છે. અને તેથી, હલકાં પ્રાણુઓનું રક્ષણ કરવું–અર્થાત્ એમની હિસા ન કરવી, એમનાં દુઃખમાં “અનુકમ્પા” કરવી–અર્થાત એ થરથરે તે સાથે આપણે પણ થરથરવું–અને યથાશક્તિ એમને સુખી કરવાં એ આપણું કર્તવ્ય છે, મનુષ્ય તરીકેનું કર્તવ્ય છે, કારણકે આપણે સ્વાર્થ કરતાં ઊંચી દૃષ્ટિએ જોઈ કાયકાર્યનું મનન કરી શકીએ એવાં પ્રાણુઓ છીએ.
શેકની વાત છે, પણ તે આશ્ચર્યની વાત નથી કે “સર્વભૂતાનુકમ્મા એ મનુષ્યને અસાધારણ ધર્મ-મનુષ્યને મનુષ્યત્વમાંથી ઉત્પન્ન થતો ધર્મ––હોવા છતાં, મનુષ્ય એના આદિકાળથી એ ધર્મનું દર્શન પામી શક્ય નથી. મનુષ્ય જેમ જેમ સુધારાની ઊંચી ભૂમિકાએ ચઢતે જાય છે તેમ તેમ એ પિતાના અન્તરનાં પડ ઉકેલતો જાય છે, અને પિતાનું મનુષ્યત્વ વધારે ને વધારે અનુભવતે જાય છે–Civilisation (જનસંસ્કૃતિ)ને વિકાસ એ “Psychology”—(માનસદષ્ટિ)ના વિકાસની સાથે સાથે જ ચાલે છે. સુધારાના આદિ યુગમાં સર્વ પ્રજામાં માંસાહાર અને માંસ વડે દેવતારાધન થતાં એ સુપ્રસિદ્ધ છે. આપણું દેશમાં આ વિષયમાં પૂર્વે શી સ્થિતિ હતી અને એમાંથી વર્તમાન સ્થિતિ શી રીતે નિષ્પન્ન થઈ એ જાણવા જેવું છે. એ યથાર્થ રીતે જાણવા–સમજવાથી બ્રાહ્મણો અને જેને વચ્ચેને કહેવા મતભેદ અને આચારભેદ યથાર્થ સ્વરૂપે સમજવામાં આવશે, અને દુરાગ્રહ અને મિથ્યાગ્રહ મટી આખી હિન્દુ પ્રજા એકરસ જીવન–હાલ ઘણું રીતે એ એકરસ છે, પણ સર્વથા એકરસ જીવન–અનુભવશે, અને પાંજરાપોળ વગેરે કેટલીક સંસ્થાઓ જે અત્યારે જનોને ઘણે ભાગે એક હાથે ચલાવવી પડે છે તે ચલાવવામાં સમસ્ત હિન્દુ પ્રજા ટેકે દેશે. ૪ આખી હિન્દી પ્રજા–અલ્ક હિન્દનિવાસી પ્રજાની આ કાર્યમાં સહાયતા માણું છું કે હું આ ભાષણને અને જણાવીશ.
રણ જ આદિકાળથી બકા