________________
અહિંસાધર્મ
ત્યારે હવે પ્રાચીન ભારત ઉપર દષ્ટિ નાખીએ. એનો ઈતિહાસ રચવા જતાં ઇતિહાસકારને સ્વાભાવિક કલ્પના એ સૂઝે કે એના
પ્રાચીન ગ્રન્થ લેવા, એને કાલક્રમમાં ગોઠવવા, અને ઈતિહાસ એ ગ્રન્થના પૌવપર્ય પ્રમાણે એમાં વર્ણવેલી
વસ્તુસ્થિતિનું પૌવપર્ય માનવું. પણ પ્રાચીન ભારતના ઇતિહાસકારને આ સરલ ભાર્ગ ખેટાં અનુમાન ઉપર ઊતારે છે. એ ઈતિહાસકારની હેટી વિષમતા એ છે કે—કેટલીક વાર પાછળના ગ્રામાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રો કરતાં પણ પૂર્વતર હોય છે, અમુક ગ્રન્થમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીકવાર હેતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે, એક જ ગ્રન્થમાં એક બીજાથી ઉલટાં પ્રતિપાદને પણ જોવામાં આવે છે. આ વિષમતા નીપજવાનાં ઘણાં કારણે છેઃ હિન્દુસ્થાન મહટે દેશ હૈઈ એમાં ઊંચી નીચી ભૂમિકાનો સુધારે એકી વખતે જુદા જુદા ભાગમાં પ્રવર્ચે છે; આર્ય અને અનાર્થ બંને લેકને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં, એક જ સ્મૃતિગ્રન્થમાં બંનેના રીતરિવાજો સંગ્રહવા પડ્યા છે; વળી એક જ ગોત્ર યા શાખાના રીતરિવાજ હમેશાં એકના એક રહ્યા નથી; રીતરિવાજ બદલાયા છતાં મૂળ સૂત્ર કાયમ રહ્યાં છે, વા જૂના સૂત્ર ભેગાં નવાં સૂત્ર મૂકાયાં છે, અને સ્વાધ્યાય માટે એક શાખાનાં સૂત્ર સ્વીકારનારને અન્ય સ્મૃતિ પ્રમાણે આચાર ચાલ્યો છે. આટલી મુશીબત છતાં, ઇતિહાસકાર શાનિતથી, ધીરજથી, વિશાળ અવલોકનથી, અને નિષ્પક્ષપાત–સત્યેકનિષ્ઠ–દષ્ટિથી નિર્ણય ઉપર આવવા યત્ન કરે છે તે યત્ન ડે ઘણે પણ સફળ થાય એવો છે.
સૌને સુવિદિત છે કે પ્રાચીન ભારત ઉપર પડતે પરમ પ્રકાશ અદમન્નનાં વેરાતાં કિરણેને છે. એ તે વખતની સ્થિતિ આપણા પ્રશ્ન પરત્વે આહારમાં અને દેવતારાધનમાં મિશ્ર પ્રકારની દેખાડે છે. અગણિત સૂકમાં દેવને દૂધ અને ઘીની આહુતિઓ અપાય છે. પણ થોડેક સ્થળે માંસનું બલિદાન પણ વાંચીએ છીએ. ગાયને માટે એક “ઉદન્યા' શબ્દ છે જેનો ધાત્વર્થ “હનન કરવા ચોગ્ય નહિ એ થાય છે. પણ એમાં રહેલો નિષેધ જ એનાથી ઉલટી સ્થિતિ કેઈ કોઈ સ્થળે પ્રવર્તતી હશે એમ પણ સાક્ષી પૂરે છે. પૂર્વ ગવાલંભ થતો એ આપણે અનેક પ્રમાણુથી જાણીએ છીએ, અને એ જ સ્થિતિનું સ્મરણ ત્યાર પછી ઘણે કાળે કાલિદાસ આપણને “મેઘદૂત માં ચર્મણ્વતી (ચંબલ) નદીને “વિચ શક્તિ કહીને આપે છે. વેદના બ્રાહ્મણભાગમાં પશુયાગ એવા વિગતવાર વર્ણવાતા