________________
અહિંસાધર્મ
૬૮૫
se-શાન અને છે તેમ આ
એ જ વ્યકત કરતાં
voice'—શાન્ત અને નાનકડે અવાજ–તે શું એને જ શbદ નથી ? અને જે તત્ત્વવેત્તાઓ કહે છે તેમ, આ બાહ્ય સૃષ્ટિની વ્યવસ્થા અને એ વ્યવસ્થામાં ભંગ કરતાં દેખાતાં પણ વસ્તુતઃ એ જ વ્યવસ્થાના સ્થાપક વીજળી કટકા અને ધરતીકંપ–એમાં જે પ્રભુદર્શન થાય છે તે કરતાં પણ આપણું અત્તમાં વસતી ચૈતન્યની ભાવનામાં એ વધારે ઉચ્ચ અને નિકટ રૂપે થાય છે, તે આ બે દિવસ નર્મદાતીરે ભગુકચ્છતી થવાની પ્રવૃત્તિઓ દેશમાં ચાલતી બીજી ઘણું પ્રવૃત્તિઓ કરતાં ઉચ્ચતર અને વધારે ઉમદા છે. પણ હું એમ તારતમ્યને આંકે નહિ દે. પ્રભુને બાહ્ય અને આન્તર સર્વ સરખાં છે, વિશ્વ એક અખંડાકાર છે—જેમાં ધર્મ ગૃહ અર્થ રાજ્ય અને સાહિત્ય સર્વ એક બીજા સાથે ગૂંથાએલાં છે, તથાપિ એટલો
ભેદ–તારતમ્ય નહિ, પણ ભેદ–દર્શાવવામાં હરકત નથી કે અમુક પ્રવૃત્તિઓ વધારે ગાજે છે, પણ તે આપણું જીવનના પૂલ ભાગને વધારે સ્પર્શે છે. આ પ્રવૃત્તિને સ્વર ઝીણે છે, પણ તે આપણી દૃષ્ટિને ઊજાળે છે અને આપણું હૃદયને પલાળે છે. જીવદયાની પ્રવૃત્તિને એના સાંકડા અર્થમાં ન સમજતાં, એને પરિપૂર્ણ અર્થ કરી, આપણુ આત્માના ઉત્સગમાં વસાવીએ તે તે આપણું આખા જીવનને અલૌકિક ઉચ્ચતા અને ઉદારતા આપવા સમર્થ થશે. અને જે કે પ્રકૃતિ પ્રસંગ માટે આપણે એ મહાન શબ્દને એના સંકુચિત અર્થમાં જ લઈને આપણી બાહ્ય પ્રવૃત્તિનું ચિત્રાલેખન કરવાનું છે, તથાપિ એ સાંકડો અર્થ તે વિશાળ અર્થમાંથી જ જામીને–nebulaમાંથી એકાદ ગ્રહ કે તારે બંધાય એમ બંધાઈને_થયો છે એટલું સ્મરણમાં રાખીશું, તે જીવદયા એ માત્ર આજકાલ પળાતો ખેડાં ઢેરને સંગ્રહવાને પાંજરાપોળને જ ધર્મ નથી, પણ એ ધર્મ છે, એ ધર્મને સુધારે છે, અને એ ધર્મને વિસ્તાર છે એમ સહજ સમજાયા વિના રહેશે નહિ.
આ સાંકડા અર્થમાં જીવદયાને અંગે બે મોટા પ્રશ્નો આવેલા છેઃ Vegetarianism' યાને ધાન્ધક આહાર; અને બીજે, પશુ-પંખીકીટાદિકના જીવનનું સર્વથા રક્ષણ, અર્થાત એ છવનું યજ્ઞયાગાદિમાં બલિદાન નહિ, અને એમનું જીવન બચાવવા તથા સુખી કરવા માટે પાંજરાપોળ વગેરે વિવિધ જાતના યને. હવે આ બે પ્રશ્નને કાંઈક ટા. અને કાંઈક એકઠા રાખીને એને વિચાર કરીશું
Vegetarianism' યાને વનસ્પતિને જ ખોરાક રાખ એ, મતના અનુયાયીઓ પશ્ચિમમાં હાલમાં કેટલાંક વર્ષોથી થવા લાગ્યા છે,
તે