________________
૬૮૪
અહિંસાધર્મ
અહિંસાધર્મ બહેને અને બધુઓ –
આપે મને આ મેળાવડાનું પ્રમુખપદ આપીને હિન્દુ ધર્મના–બકે મનુષ્ય ધર્મના–એક અમૂલ્ય તત્ત્વ ઉપર બે શબ્દો બોલવાને મને પ્રસંગ આપ્યો છે તે માટે હું આપને આભાર માનું છું.
આપને યાદ હશે કે થોડાક માસ ઉપર કેનેડાના પ્રતિનિધિ સરૉબર્ટ બાર્ડન વર કન્ફરન્સમાં ભાગ લઈ કેનેડા પાછા
ગયા, અને ત્યાં એમના બધુઓને પોતાના કાર્યની જીવદયાએ ખરી હકીકત નિવેદન કરી તેમાં હિન્દુરથાનના હક વિષે બોલતાં સ્વદેશી પ્રવૃત્તિ, એક વાત એમણે એ જણાવી હતી કે હિન્દુસ્થાનને અને એની મહત્તા સુધારે પશ્ચિમના સુધારા કરતાં વધારે પ્રાચીન છે, પશ્ચિ
ભના સુધારાથી જુદો છે પણ તે ઊતરતે નથી જ, અને કેટલીક બાબતમાં તે ચઢીઆતી ભૂમિકાને છે એમ પણ કહેવાય. આ વચન વાંચી ઘણને હિન્દુસ્થાનનું ગગનભેદી તત્ત્વદર્શન આ પ્રશંસાના પાત્ર તરીકે ઉપસ્થિત થયું હશે. પણ એ તત્ત્વદર્શનમાં કેઈ એક તત્ત્વ હિન્દુસ્થાનનું ખાસ લક્ષણભૂત હોય તે તે જીવદયા છે. આ જગત માયા છે, અને બ્રહ્મ એ જ સર્વમાં અનુસ્મૃત સત્ય પદાર્થ છે ઇત્યાદિ વેદાન્તને સિદ્ધાન્ત પરમ ગંભીર છે, પણ એને મળતે સિદ્ધાન્ત પ્રતિપાદન કરનારા પશ્ચિમમાં પણ કેટલાક તત્ત્વવેત્તાઓ થએલા જોવામાં આવશે. પણ જે એક સિદ્ધાન્ત હિન્દુસ્થાનની મહેદી પ્રજાને પૃથ્વીની અન્ય સર્વ પ્રજા કરતાં એકદમ જુદી અને ઉચ્ચતર જનસંસ્કૃતિએ પહોંચેલી તરીકે આંકી આપે છે તે એને જીવદયાને સિદ્ધાન્ત છે. તે હું આજની આપણી પ્રવૃત્તિને ખાસ “સ્વદેશી” પ્રવૃત્તિ કહું તે એમાં અતિશયોક્તિ છે? કદાચ બીજી હેટી અને બહુ-અવાજી પ્રવૃત્તિની સરખામણીમાં આપણી આ જીવદયાની પ્રવૃત્તિને કેઈ કંગાળ અને દયામણી લેખતા હશે, પણ વસ્તુતઃ જોતાં સંખ્યા કદ કે અવાજની મોટાઈને જ હેટાઈ માનવી એ એક મનુષ્યસ્વભાવસુલભ દૃષ્ટિદેવ છે. પ્રભુ શું વીજળી કાટકા અને ધરતીકંપમાં જ પ્રત્યક્ષ થાય છે? મનુષ્યના અન્તરાત્માનો “the still small • તા. ૨૦-૧૦-૧૯૧૭ શનિવારના રોજ ભરૂચ મુકામે ભરવામાં આવેલી
શ્રી દિતીય જીવદયા કૉન્ફરન્સ” ના પ્રમુખપદેથી આપેલું ભાષણ.