________________
“સનાતન હિન્દુ ધર્મ”
૬૮૧
જન
શાસ્ત્રીજીએ ત્રીજી ચર્ચા વર્ણાશ્રમધર્મ સંબધી કરી. આશ્રમ સંબન્ધી તે અત્યારે બહુ ચર્ચવા જે મતભેદ કેઈને જ નથી, અને તેથી શાસ્ત્રીજી એ સંબધી કાંઈ ન બોલ્યા એ સ્વાભાવિક છે. વર્ણ સંબંધી એમણે જે આગ્રહ બતાવ્યો એ વિષયમાં ભારે થોડુંક કહેવાનું છે. પહેલી વાત તે એ કે હાલની જ્ઞાતિઓ અને પ્રાચીન વણે એ વરચે બહુ ભેદ છે. બીજી વાત તે એ કે વર્ણવ્યવસ્થા સનાતન ધર્મ સાથે જોડાએલી છે એમ એમનું કહેવું છે એ ખરૂ છે. પરંતુ એ સાથે એક ત્રીજી વાત એ પણ ખરી છે કે વસ્તુતઃ વર્ણવ્યવસ્થા એ સમાજશાસ્ત્ર (Sociology) ને પ્રશ્ન છે, ધર્મને નથી. પુરુષસૂક્તમાં બ્રહ્માડય ગુમાવી ઈત્યાદિ મન્ત્રમાં ચાર વર્ણનો ઉલ્લેખ છે ત્યાં એ ચાર વર્ણને એક એકથી ભિન્ન ભાન જ એમ શ્રતિ આજ્ઞા કરતી હોય એમ હું સમજતો નથી. ઋગ્યેદસંહિતા આવડે મહટ ગ્રન્થ છે છતાં અન્ય સૂક્તમાં આ ચાર વર્ણન વિભાગનું પ્રતિપાદન કેમ નથી અને પુરુષસૂક્તમાં જ કેમ છે ? પુરુષસૂક્તમાં એટલા માટે છે કે ચારે વર્ણ એક જ પરમાત્માના વિરાટું દેહનાં અંગભૂત છે એમ ભાવના કરવાનું શ્રુતિ ભગવતી ઉપદેશવા ભાગે છે. એ શ્રુતિને પ્રાદુર્ભાવ થતા પહેલાં પ્રકૃતિ થકી જ સમાજમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચાર ભેદ પડેલા હતા, એને અનુવાદ માત્ર કરીને એમાં એકતાની ભાવના કરવાને એ શ્રુતિવચન વિધિ કરે છે એમ સમજવાનું છે. અર્થાત ભેદનું પ્રતિપાદન કરવાનું નહિ, પણ અભેદનું પ્રતિપાદન કરવાનું ત્યાં તાત્પર્ય છે,–જેમ શ્રીમદ્ભગવદગીતામાં “યિ વૈયાકરથા દત્તેજ ચારિત્ત જ નતિ' એ વાક્યમાં સ્ત્રીઓ વૈશ્ય અને શુદ્ર એમને જુદા રાખજે, ભેળવી દેશો નહિ એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ પરમાત્માને સઘળાં સરખાં હોઈ એના ભજનથી સર્વ પરાગતિને પામે છે એમ કહેવાનું તાત્પર્ય છે, તે જ રીતે તેમ સર્વ વર્ણને એક કરી નાંખે એમ પણ કૃતિ કહેતી નથી–એને એક “sociological સમાજશાસ્ત્રના પ્રશ્ન તરીકે બાજુ પર મૂકે છે. વેદમાં જેમ તાર કે વીજળી શોધવા જવું એ અસ્થાને છે તેમ સમાજશાસ્ત્રની રચના શોધવી એ પણ અસ્થાને છે. ધર્મ અન્ય શાસ્ત્રમાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર માત્ર દષ્ટિ જ આપે છે. એ દષ્ટિ તે અભેદની દૃષ્ટિ, અને એ જ દષ્ટિને પુરુષસૂકતમાં બેધ છે. હવે જે આપણું ઋષિમુનિઓના સમાજશાસ્ત્રમાં ચાર વર્ણની વ્યવસ્થા ઉપદેશી છે એ આપણું સનાતન ધર્મની સાથે ભળી છે એ ખરું, પણ તે હમેશાં એક ને એક રૂપે રહી નથી. તો પણ એમાં જનમંડળના જે ચાર હેટા ભાગ પાડ્યા છે, અને તે મૂળ ગુણ કર્મ પ્રમાણે પડેલા
૮૬