________________
સનાતન હિન્દુ ધર્મ”
ના જ અવતાર–પરમાત્માની જ વિભૂતિ–છે. “અવતાર’–નું આ તાત્પર્ય છે. અને તેથી શ્રીમદ્ભાગવતના અવતારકથનને આરંભ પ્રથમ સ્કન્ધ તૃતીય અધ્યાયમાં
यस्यावयवसंस्थानः कल्पितो लोकविस्तरः ।
तद्वै भगवतो रूपं विशुद्धं सरवमूर्जिनम् ॥ એમ ભગવાનના રૂપપ્રદર્શનથી થાય છે. અને ભાગવતના દ્વિતીય-સિદ્ધાન્ત –સ્કન્દમાં સ્થૂલ અને સૂક્ષ્મ ધ્યાનાર્થે આરંભમાં જ “મહાપુરુષ સંસ્થાનું વર્ણન કર્યું છે. અને એ જ સ્કર્ધામાં ભગવાનના આદ્ય અવતાર તરીકે– आधोषतारः पुरुषः परस्य कालः स्वभावः सदसन्मनश्च । द्रव्यं विकारो गुण इन्द्रियाणि विराट स्वराट् स्थास्तु चरिष्णु भूम्नः।। -કાલ, સ્વભાવ, સદસત (માયા), મન, દ્રવ્ય, વિકાર, ગુણે, ઈન્દ્રિયો, વિરા, સ્વરા–અર્થાત વિવિધ વિશેષરૂપે અને સ્વસ્વરૂપે રાજમાન આ પરમાત્માનું શરીરભૂત વિશ્વ-સ્થાવર અને જંગમ કહ્યું છે. આ જોતાં ખરા ધ્યાનવિધિમાં આપણા શાસ્ત્રકારનું શું તાત્પર્ય છે એ જણાઈ આવે છે. કાલથી માંડી સ્થાવર જંગમ સર્વ વિશ્વમાં પરમાત્માનો અવતાર છે એવી સમજણથી એમાં પરમાત્મબુદ્ધિ કરવાની છે અને એ બુદ્ધિ ઊપજતાં “કાલ” કહેતાં આ વિશ્વને ઇતિહાસ કેવી ભવ્યતાથી ભરાઈ જાય છે. સ્થાવર જંગમ સર્વ પદાર્થો પરમાત્માને જ અવતાર છે છતાં – જેમ આખા સમુદ્ર ઉપર સૂર્યને પ્રકાશ પથરાએલો હોય છે છતાં એનાં સપાટી કરતાં ઊંચે ચઢતાં મોજા ઉપર એ પ્રકાશ ખાસ ચળકે છે તેમઆ વિશ્વમાં પ્રભુ સભર ભર્યો છે છતાં અમુક સ્થળે, અમુક કાળે, અમુક જડ પદાર્થો, અને અમુક ચેતન વ્યક્તિઓમાં, એનું સવિશેષ દર્શન થાય છે. સાઠ ઘડીમાં પ્રભુ ક્યારે હોતો નથી? છતાં ઉષ:કાળે એને સાક્ષાત્કાર કેવો થાય છે! બ્રહ્માંડના ક્યા રજકણમાં એ વસેલો નથી? છતાં સમુદ્ર કાંઠે કે ડુંગરની હારમાં એનું કેવું અસાધારણ દર્શન થાય છે! તેમ મનુષ્ય માત્રમાં–પાપી અને પામર સુદ્ધાંમાં—એ વસેલો છે, છતાં–રામ કૃષ્ણ ઝરથુસ્ત્ર મહાવીર બુદ્ધ જીસસ અહમ્મદ એ એની ખાસ વિભૂતિઓ છે. આ અવતારવાદના–
यद्यविभूतिमत्सत्वं श्रीमर्जितमेव वा।
તહેવાવ તત્વ મા તેડફારમજૂ ! ભ. ગીતા. એ રહસ્યમન્ત્ર છે. મારા આ ખુલાસામાં રૂઢ અવતારવાદથી સત્ય સનાતન ધર્મના અવતારવાદન–અને તેથી હાર-કયાં ભેદ છે એ આપના સમજવામાં આવ્યું હશે.