________________
૬૭૬
સનાતન હિન્દુ ધર્મ ’
એ આપને કહેવામાં આવ્યું એ ઠીક છે, પણ હું બ્રાહ્મણ હાઈ નિઃસંક્રાચ પણે કહું છું કે અમને ગુરુપદ આપવું એ અમારી હાલની સ્થિતિ અને આચાર જોતાં અમારી ધ્રુવળ વિડંબના છેઃ આપ ‘બ્રાહ્મણત્વ' તે પૂજો એ યથાર્થ છે, અને એ બ્રાહ્મણત્વ પ્રાચીન ઋષિનું જ હતું, અમારૂં નથી. માટે સનાતન હિન્દુ ધર્મનું સ્વરૂપ જાણવા સારૂ આપ અમને ગુરુ ન માનશેા, હિન્દુ ધર્મના મહાન ગ્રન્થા જીવા અને એમાંથી એનાં સનાતન તત્ત્વ તારવી કાઢો. મારી પહેલાંના વક્તાએ આપને જે સનાતન તત્ત્વા મતાવ્યાં તે હું પણ માનું છું, મારા ભેદ આટલેા છે કે એ તત્ત્વા હાલ ચાલતા હિન્દુ ધર્મમાં મનાય છે તે માટે હું એને માનતા નથી, પણ હિન્દુ ધર્મના ઇતિહાસમાં એ સનાતન—નવ નવ રૂપ ધર્યાં છતાં પણ એનાં એ ——એવાં પડ્યાં છે, અને તેથી હું એને માનું છું. આટલા સ્પષ્ટીકરણથી આપને જણાયું હશે કે હું સનાતન હિન્દુધર્મી છું અને નથીઃ મારા પેાતાના સનાતન ધર્મના લક્ષણ પ્રમાણે છુ, ચાલુ રૂઢિથી જે કાંઈ મતભેદ તે સર્વે છૂટ છાટ' અને સનાતનતાને ભંગ એ સમજણુ પ્રમાણે, નથી. આ ખીજા દૃષ્ટિષ્ઠિન્દુથી જોનારને મારૂ હવે પછીનું ખેાલવુ નાપસંદ પડે તેા તેમને મારા મતભેદ ઉદાર સહિષ્ણુતાથી સહી લેવા મારી વિનતિ છે, તે જ પ્રમાણે મારા આર્યસમાજી ભાઇઓને મારા વિચાર જીર્ણ પ્રાચીનપન્થી લાગે તો તેમને પણુ મ્હોટા મનથી ક્ષણવાર મારૂ કહેવું વિચારવા પ્રાર્થના છે.
6
હવે, ઈશ્વરપ્રણીત હાઈ વેદ જ અને વેદમાં કેવળ મન્ત્રભાગ પ્રમાણુ, અને તે પછીના હિન્દુ ધર્મના સધળા ગ્રન્થા મનુષ્યપ્રણીત હાઈ અપ્રમાણ એ આર્યસમાજનેા મત હું સ્વીકારી શકતા નથી. સત્ય સર્વત્ર અને સર્વે કાળમાં ઈશ્વરપ્રણીત જ હાય છે. ઈશ્વર કાંઈ અમુક પુસ્તક જ આપણી સામે એશીને—વેદીઆ વેદ ભણી જાય એમ—ભણી જતા નથીઃ એ આપણા અન્તમાં ‘ વેદ' કહેતાં જે જ્ઞાન તે પ્રકટાવે છે. અને એ નાન થકી જ્વલંત જે શબ્દરાશિ : ઉદ્ભવે છે—એનું નામ વેદ' છે, રૂઢિથી આ શબ્દ બ્રહ્માના ચતુર્મુખથી નીકળેલા અને કલિને આર્ભે વ્યાસજીએ ગાઠવેલા શબ્દરાશિને જ લાગુ પાડવામાં આવે છે, અને એને જ શ્વિરપ્રણીત —શ્રુતિ'—માની તે પછીના ગ્રન્થાને મનુષ્યપ્રણીત ‘ સ્મૃતિ ’—માનવામાં આવે છે: તેનું કારણ કે ધર્મ સંબન્ધી જે કાંઈ જાણવાનું છે તે યથાર્થ અને સંપૂર્ણરૂપે પહેલવહેલું પૂર્વોક્ત યુતિગ્રન્થમાં પ્રાટિત થઈ ગયું છે, અને ત્યાર પછીનું જેટલું તેટલું એ શ્રુતિગ્રન્થના સ્મરણ અને મનનમાંથી ઉત્પન્ન થએલું છે. આમ યથાર્થ અને સંપૂર્ણ રૂપે ધર્મના પ્રતિપાદક જે
""