________________
જૈન અને બ્રાહ્મણ
પ્રમુખનું ભાષણ અહીં પુરૂં થયા બાદ અન્ય વક્તાઓએ વિવેચન કયાં હતાં તે પછી ઉપસંહાર કરતાં પ્રેા. આનંદશંકરે જણાવ્યું કે, “મર્હુમ રાયચંદ્રનું જીવન એક યથાર્થ મહાત્માનું જીવન હતું, તેમના જીવનમાંથી આપણે ઘણું શીખવાનું છે. આજકાલ ભણેલાઓમાં એવી રીત ચાલી છે કે ધણા ગ્રન્થી આપણે વાંચ્યા જ કરવાઃ ખુબ વાંચવું, ખુખ લખવું, અને મુખ છપાવવું એ જ વિદ્યાના પરમ પુરુષાર્થ મનાય છે. પણ હું તેને ઠીક માનતા નથી. પૂર્વકાળે માત્ર એક એ ગ્રંથના વાંચન અને મનનથી જે કુળ મળતું તે આજે સેંકડા અને હજારા ગ્રન્થના વાંચનથી મળતું નથી. વિવિધ મહાત્માના ગ્રંથામાં વિવિધ પ્રકારના આદર્શી આપણે પ્રત્યક્ષ કરીએ છીએ એ બહુ વાંચનના લાભ છે, પણ એ આદર્શોની છાપ આપણા અંતઃકરણ ઉપર સ્થાયીરૂપે રહી શકે નહિ એ સ્વાભાવિક છે અને તે વર્તમાન સમયની વાંચનપદ્ધતિની ખામી છે. દરેક ગ્રંથની અમુક એક બાજુ હાય છે. આવી અનેક ખાજુઓનું પ્રતિમિમ આપણે આપણા જીવનમાં પાડી શકીએ એ અસંભવિત છે. અંગ્રેજ વિદ્વાના બહુ પુસ્તક વાંચતાં છતાં તેમાંના ધણાને એક ચાક્કસ ગ્રંથકાર કે મહાત્મા પ્રત્યે ખાસ હૃદયભાવ હાય છે. તેએ પેાતાના આખા જીવન દરમ્યાન એ એક જ આદર્શને કુળવવા મથે છે. આથી તે ણું સાધી શકે છે. આપણે એ રીતે જ કરવું જોઈએ. અને આમ ન ખની શકે તે એક જ મહાત્માના ગ્રંથને દૃષ્ટિ સન્મુખ રાખી તેનું મનન અને નિદિધ્યાસન કરવાના પ્રયત્ન કરવા જોઇએ. હું જે હું કાઈ ખાસ પ્રકારને મતાગ્રહ ધરાવતા નથી, તે પણ મધુકરની માફક બાગમાં ભટક્યા જ કરવું એ ધર્મના વિષયમાં ઉત્તમ જ વૃત્તિ છે એમ હું ધારતા નથી. એકાદ મહાત્માના અવલખ અહુ લાભકારી છે. અને એ રીતે તમારામાંના કેટલાક રાયચન્દ્રજીના પુસ્તકને જીવનસૂત્ર માને છે એ સારૂં કરી છે. ”
[ વસંત, જ્યેષ્ઠ, સં. ૧૯૭૩ ]
૬૭૪
'