________________
૬૭૦
જૈન અને બ્રાહ્મણ
"
બ્રાહ્મણાની ખામી સુધારવામાં પેાતાની ક્રૂરજ જ ખજાવી છે. જો જનાએ એ ખામી સુધારવાનું કાર્ય હાથમાં ન લીધું હાત તા બ્રાહ્મણાને પેાતાને તે કામ હાથ ધરવું પડ્યુ હાત, અને વસ્તુતઃ એમણે પાતે પણ સ્વતન્ત્ર રીતે એ હાથ ધર્યું હતું એમ ઇતિહાસ ઉપરથી જણાય છે. આમ છે તે પાતાપણાના ભાવથી એ ખામી સુધારવા યત્ન કરનારને પ્રતિપક્ષી કેમ કહેવાય ? મહાવીર સ્વામી હંમેશાં જુના ધને—સનાતન સત્યને જ અનુસર્યાં છે. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે સનાતન સત્યેા કહેવાય છે તે મહાવીરને, યુદ્ધને અને વેદને પણ માન્ય હતાં. આ પ્રમાણે સર્વત્ર એકતા જ જાય છે. પ્રાચીન ગ્રંથા એ વાતની પ્રકટ સાક્ષી આપી રહ્યા છે કે એ કાળે ભેદભાવ નહેાતા. જન’ અને ‘બ્રાહ્મણ' શબ્દની વ્યાખ્યા પણ બહુ જાણવા જેવી છે. જૈન 'ના અર્થ વૃત્તિને જીતનાર એવા, અને બ્રાહ્મણના ખરા અર્થ ( વૃદ્—વિશાળ થવું, વધવું એ ધાતુ ઉપરથી )પરમાત્માની વિશાળતાને સર્વત્ર અનુભવનાર થાય છે. પરમાત્માની સર્વવ્યાપકતા અને વિશાળતા જેણે અનુભવવી હેાય તેણે વૃત્તિઓને જય કરી સૌથી પ્રથમ 'જિન' બનવું જ જોઇએ; જિન થયા વિના બ્રાહ્મણ થવાતું નથી અને જિન થાય તેનાથી બ્રાહ્મણ થયા વિના રહેવાતુ નથી. =મસ્તક મુંડાવ્યે કાઈ માણસ શ્રમણ થતા નથી; એકાર ઉચ્ચાર્યે બ્રાહ્મણ થતા નથી; અરણ્યમાં વસવાથી મુનિ થતા નથી, અને કુશચીર ( વલ્કલ) થકી તાપસ થતા નથી, સમતાૐ થકી · શ્રમણ ' થાય છે; બ્રહ્મચર્ય થકી
·
·
"
બ્રાહ્મણ ' થાય છે; જ્ઞાને કરી · મુનિ ’૪ થાય છે; અને તપે કરી " તાપસ' થાય છે.
कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ ।
इस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥
==મૈં કરી માણસ બ્રાહ્મણ થાય છે; કર્મે કરી ક્ષત્રિય થાય છે; કર્મે કરી વૈશ્ય થાય છે; અને કર્મે કરી શૂદ્ર થાય છે.
एवं गुणसमाउत्ता ने भवन्ति दिउत्तमा ।
ते समत्था उ उद्धत्तुं परमप्पाणमेव य ॥
જે દ્વિજોત્તમા ( ઉત્તમ બ્રાહ્મણેા ), ઉપર કહેલા ગુણ થકી યુક્ત છે, તે પેાતાના અને પારકાના ઉલ્હાર કરવા સમર્થ છે.
૩. શ્રમળનું પ્રાકૃતમાં સમળો થાય છે તેથી ‘સમતા' શબ્દ સૂઝયો છે. ૪. મન—મનન કરવું, મનન કરીને જાણવું એ ઉપરથી.