________________
જૈન અને બ્રાહ્મણ
૬૭૧
વસ્તુતઃ વૃત્તિને જય અને આત્માની વિશાળતા એ એક જ સ્થિતિનાં બે નામ છે. આવી રીતે આપણે પ્રત્યેક ઐતિહાસિક સત્ય ઓળખવું અને તે માટે પ્રાચીન ગ્રંથે જેવા એ જ કર્તવ્ય છે. અને એ જોતાં બ્રાહ્મણ અને જૈન ધર્મ એક જ ઐતિહાસિક સનાતન ધર્મનાં રૂપ છે એ સ્પષ્ટ જણાય છે.
મહાવીર સ્વામી ઈ. સ. પૂર્વે ૬૦૦ના અરસામાં થયા. કૃણ તેમની પહેલાં કેટલે વર્ષ થયા એ પ્રશ્નને આપણે જવા દઈશું. પણ ગીતા એના હાલના રૂપમાં તે મહાવીરના સમયમાં અને બુદ્ધના સમયમાં–એટલે કે એ અરસામાં-લખાએલી છે. હવે ગીતાને ઉપદેશ, મહાવીર સ્વામીને ઉપદેશ, અને ગૌતમ બુદ્ધને ઉપદેશ એ પ્રધાનપણે ધર્મના શા શા પ્રશ્નોના ઉત્તર આપે છે એ જોઈએ. ગીતા પ્રત્યે હિંદુ માત્રને જે શ્રદ્ધા છે તેનું કારણ એ જ છે કે તેમાં એક મહાન પ્રશ્નનું બહુ સુંદર રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે. ગીતાને એક મહાન પ્રશ્ન આ છે –“જ્ઞાન, કર્મ અને ભક્તિને સમન્વય શી રીતે કરે?” આ પ્રશ્નના સ્વરૂપ ઉપરથી એટલું તે ખુલ્લું જણાઈ આવે છે કે ગીતાના સમય પહેલાં અનેક મતમતાંતરે ઉત્પન્ન થયા હતા. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ ભાવનાઓ એક જ આત્માની છે. આત્મા એ કેવળ લાગણરૂપ નથી, જ્ઞાનરૂપ નથી, તેમ જ ઇચ્છારૂપ કે પ્રયત્નરૂપ નથી. એ ત્રણેની સમગ્રતા અખંડતા એ જ આત્મા; એટલા માટે આત્માનો ઉદ્ધાર સમગ્ર આત્માથી જ થવો જોઈએ એમ ગીતા કહે છે. આ જ્ઞાન કર્મ અને ભક્તિનાં તો બ્રાહ્મણ અને બૌદ્ધ સર્વને સમાન માન્ય છે.
ગૌતમ બુદ્ધને મહાન પ્રશ્ન એ લાગ્યો કે સ્વાર્થવૃત્તિને લીધે ધર્મમાં દૂષણ આવે છે, એ દૂષણ દૂર કેમ કરવું તેમને વિચાર કરતાં જણાયું કે આત્મવાદ એ જ સર્વ દુરાચારનું મૂળ છે; તેથી ગૌતમે આત્માનું ખંડન કર્યું છે; ગૌતમને એમ જ લાગ્યું કે સ્વર્ગ અને દેવલોકની પ્રાપ્તિ અર્થે લેકે અનેક પ્રકારની હિસાઓ અને અગ્ય પ્રવૃત્તિઓ આદરે છે, પણ જે તેના મૂળ રૂપ આત્મા જ લઈ લેવામાં આવે તો એ હિંસા અને દુરાચાર પિતાની મેળે જ દૂર થઈ જાય. એટલા જ માટે તેમણે આત્માનું ખંડન કર્યું; અને વૈરાગ્ય ઊપજાવવા માટે ક્ષણિકવાદનું પ્રતિપાદન કર્યું. વળી ગૌતમબુદ્ધને એક બીજો મહાન ઉપદેશ “મધ્યમ પ્રતિપદાને હતો. “મધ્યમ પ્રતિપદા' એટલે વચલો માર્ગ. ગૌતમ એક રાજકુમાર હતા. રાજકુમારને પદે રહેવાથી તેમને શાંત થઈ નહિ, તેમ જ કઠેર તપશ્ચર્યા કરવાથી પણ