________________
'
૪
શકરજયન્તી
બંધારણુ જ્ઞાન માગે—તેને શાંકરસિદ્ધાન્ત વધારે અનુકૂળ પડે. માટે દરેક માણસે પાતપેાતાનું માનસિક બંધારણ તપાસી તે પ્રમાણે સંપ્રદાય પસંદ કરવા જોઈ એ. અને તેમ કરવાની આચાર્યોં તરફથી છૂટ મળવી જોઈ એ એટલું જ નહિ પણ તેએએ આ જ ખરી અધિકારવ્યવસ્થા છે એમ સમજાવી પોતપોતાના શિષ્યાને ખરે માર્ગે દારવા જોઈએ. એક ફિઝિશ્યન ( ઔષધવૈદ્ય )ને દર્દીનું દર્દ તપાસતાં એમ લાગે છે કે આ કૈસ સર્જન ( શસ્ત્રવૈદ્ય ) ને લાયક છે તે તેને એકદમ પેાતાના હાથમાંથી છેડી સર્જનને તેણે સ્વાધીન કરવા જોઇએ.—થેાડાક વર્ષે ઉપર થએલા આપણા મહુમ શહેનશાહ એડવર્ડના શસ્ત્રપ્રયાગ યાદ લાવે!—અને મને મારા અધ્યાપનમાં એમ જણાય કે આ વિદ્યાથા સાહિત્ય કે તત્ત્વજ્ઞાનના વિષય કરતાં ગણિતશાસ્ત્રને માટે વિશેષ લાયક છે તે શું મારી ફરજ નથી કે એને મારે મારા વિષયમાંથી કાઢી ગણિતશાસ્ત્રના પ્રેફેસરને સોંપવા જોઈ એ ? આવી વૃત્તિ જ્યારે આપણા આચાર્યોમાં આવશે ત્યારે જ તે આપણને આચાર્ય તરીકે ખરા ઉપયેગી થશે.
આચાર્યોએ અમારા સિદ્ધાન્ત જૂના અને તમારા નવે, અમારા વેદેકત અને તમારા વેદબાહ્ય—ઇત્યાદિ આગ્રહી પણ છેડી દેવા જોઈ એ. રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય શ`કરાચાર્ય પછી થયા એ ખરૂં—પણ તેથી કાંઈ એમ કહેવાશે કે એમના સિદ્ધાન્ત શંકરાચાર્યે પહેલાં જાણીતા ન હતા ? રામાનુજાચાર્ય કહે છે કે હું ખેાષાયન—વૃત્તિ’ ને અનુસરીને મારૂં વેદાન્તસૂત્રભાષ્ય લખું છું. એ વૃત્તિ અત્યારે જડતી નથી અને કદાચ કાઈ કરાગ્રહી શાંકરવેદાન્તી એના અસ્તિત્વ વિષે શંકા પણ લે. પણ રામાનુજાચાર્યના સિદ્ધાન્ત જે ‘ભાગવતમત' એ નામે ઓળખાય છે તેનું પ્રાચીન અસ્તિત્વ ઇ. સ. પૂર્વે અસેં ત્રણસેં વર્ષ ઉપરના શિલાલેખના . પૂરાવાથી સિદ્ધ છે. એ શિલાલેખ સંકર્ષણુ અને વાસુદેવની ઉપાસનાની સાખ્ય પૂરે છે—એટલે હવે કાઈથી એમ કહી શકાય એમ નથી કે ભક્તિ સંપ્રદાય નવા છે. મહાભારતમાં આને લગતું પ્રકરણ છે તેને ખ્રિસ્તી પાદરીએ ખ્રિસ્તી ધર્મની અસરથી ઉત્પન્ન થએલું કહેતા, પર`તુ તેમ હવે કહી શકાય એમ નથી. તે જ પ્રમાણે વલ્લભાચાર્યના જીવાત્મા પરમાત્માના અશાંશિભાવના કે “ શ્રી : શરણં મમ” ના સિદ્ધાન્ત ઉપનિષદમાં તથા ભગવદ્ગીતા વગેરે બીજા પ્રાચીન ગ્રન્થામાં ક્યાં નથી મળતા ?
ઉત્તરાર્ધ મારા લક્ષ બહાર ગયે! નથી; જીવા નીચે [ પૃ. ૬૬૫ ] ને પેરેગ્રાફ્— માટે સૌ આચાર્યોએ.........પરિણામ છે. ’