________________
'
શકરજયન્તી
૫
માટે સા આચાર્ચીએ પરસ્પર સમભાવ રાખવા જોઇએ. એટલું જ નહિં પણ પાતપેાતાના સંપ્રદાયને અન્ય સંપ્રદાયની મદદથી સુધારવા જોઇએ. વર્તમાન શંકરાચાર્થીએ જોવું જોઈ એ કે જો સ્માર્ત કહેવાતા પેાતાના અનુયાયીઓમાં આચારવિચારની સાદાઈ અને ઠરેલપણું છે, તેા નવા વૈષ્ણવ પંચામાં ધાર્મિકતાના ઉત્સાહ અને ભકિતરસનું માવ વધારે જોવામાં આવે છે. વલ્લભાચાર્યોએ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે મૂળ આચાર્યના · સેવા ' અને ‘ સૈન્ય 'ના સિદ્ધાન્તમાં કેટલેાક ધાર્મિક કચરા ભરાઈ ગયા છે—એ ભક્તિ જ્ઞાનરહિત ખની જવાનું પરિણામ છે.
?
સગૃહસ્થા !——સ્વામી વિવેકાનન્દનું વચન મને અત્યારે યાદ આવે છે, એ કહે છે કે હિંદુધર્મના પરસ્પરના કલહો બંધ કરવા હાય તેા લઢાઈ અહાર લઈ જાઓ——પરદેશમાં હિન્દુ ધર્મના ઝ ંડા લઈ જાએ—એમ કરવાની સાથે જ આપણામાં એકતા આવશે. ઊંડા મનુષ્યભાવના જ્ઞાનપૂર્વક આ સલાહ અપાએલી છે. એમાંથી પ્રકૃત પ્રસંગે હું જે સાર ખેંચવા માગુ છું તે એ કે એ લઢાઈ લઢવા પરદેશ જવાની પણ જરૂર નથી—એ લઢાઈ આપણે આંગણે આવી છે. હિંદુસ્થાનમાં નવી કેળવણીને પરિણામે પાશ્ચાત્ય દેશની વર્તમાન જમાનાની ઐહિક વૃત્તિ આપણાં બાળકાને અને યુવાનેાને ધર્મવિમુખ મનાવે છે. અત્યારે દેશમાં એ નાસ્તિકતાના હલ્લા આવ્યેા છે, તે સૌ આચાર્યોની ફરજ છે કે એકઠા મળી તેઓએ હિન્દુ ધર્મનું સંરક્ષણ કરવું, ખ્રિસ્તી ધર્મમાં જતા અટકાવવા આર્યસમાજ યત્ન કરે છે, પણ ખ્રિસ્તી ધર્મ કરતાં હજારગણા ખરાબ ધર્મ નાસ્તિકતાના છે—એ તરફ કાઈ જોતું નથી. નાસ્તિકતામાંથી બચાવવા માટે એ ઉપર કાઈ તરેહના આક્ષેપ કર્યું બસ થાય તેમ નથી. એની સામે જ્યારે અન્તમાં શુદ્ઘ હિન્દુ ધર્મ ખીલવશા, ત્યારે જ એ નાસ્તિકતા પ્રસરતી અટકશે. અને તે ખીલવવા માટે એક આચાર્યને પ્રયત્ન ખસ થશે નહિ. હિન્દુ ધર્મ જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણે અંગેાના બનેલા છે—અને એ સર્વને ખીલવનાર આચાર્યંની જરૂર છે.
[ વસન્ત, જ્યેષ્ટ ૧૯૬૯ ]
૮૪
.