________________
જૈન અને બ્રાહ્મણ મેં બ્રાહ્મણ અને જૈન એમ બે જુદા ધર્મો હેય એવા શબ્દો વાપર્યા તેથી ઊપજતી બ્રાતિએ પ્રથમ દૂર કરવી જોઈએ. આપણું વસ્તીપત્રકમાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન એવા ભેદ પાડવામાં આવે છે. પણ તે ભેદે અવાસ્તવિક છે. સર્વ એક જ ધર્મની શાખાઓ છે. શાખા કહેતાં પણ મને સંકોચ થાય છે, કારણ કે શાખા શાખા એક બીજાથી ભિન્ન હોય છે. આપણું ધર્મમાં તેવું પણ નથી. હું એક દાખલાથી આ વાત વધારે સ્પષ્ટ કરીશ. ઘરમાં વસતે મનુષ્ય ઘરના જુદા જુદા ખંડમાં હરે ફરે વા ઋતુ અનુસાર ઘેર કે બંગલે એક કે બીજે ગામ રહે, પણ તેથી તે જુદા જુદા થતું નથી, એ મનુષ્યની એકતાને બાધ આવતું નથી, તેવી જ રીતે ધર્મના ભેદમાં બાહ્ય દષ્ટિએ ગમે તેટલે ભેદ જણાય તે પણ તેની અંદર જે સનાતન ધર્મનું સત્ય રહેલું છે તે એક જ છે. આ સનાતન સત્ય કયું ? વૈરાગ્ય, ભૂતદયા ઇત્યાદિ. આ સર્વ સત્યે સનાતન છે, અને તે જૈન, બૌદ્ધ અને વેદ ધર્મ એ ત્રણે ધર્મમાં એકનાં એક છે. એ ધર્મ વસ્તુતઃ જુદા નહેતા અને જુદા છે પણ નહિ. આ સમજવા માટે જરા ઐતિહાસિક દષ્ટિ ધારણ કરવાની જરૂર છે. આપણે ગગાના કિનારા ઉપર ઊભા હોઈએ અને કેઈ એક ભેખડમાંથી ગંગાનો પ્રવાહ વહેતું હોય તો આપણે એટલું કહી શકીએ કે ગંગાનો પ્રવાહ વહે છે પણ તે ક્યાંથી આવે છે તે કહી શકીએ નહિ; વળી ગંગાને પ્રવાહ દૂર પર્યત વહેતું હોય તે ઉપરથી આપણે કહી શકીએ કે ગંગાનો પ્રવાહ સમુદ્રમાં ભળી જાય છે, જો કે આપણે તે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. તે જ પ્રમાણે આપણું ધર્મની પણ સ્થિતિ છે. આપણું ધર્મને ઉદ્દભવકાળ આપણે નકકી કરી શકતા નથી. પણ આ ધર્મ બહુ જૂનો છે, એટલું જ કહી શકીએ છીએ અને હજારો વર્ષ થવા છતાં એના તો હજી અબાધિત સત્યરૂપે વિરાજમાન છે તેથી એને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. પણ સ્મરણમાં રાખવું કે પુરાતનતા એ જ મહત્તા નથી. ગ્રીસ, મિસર, બાબિલન વગેરે સ્થળના ધર્મો પણ પુરાતન થઈ ગયા છે. પણ એમની પુરાતનતા આજે કાંઈ કામની રહી નથી. પરંતુ આપણે ભવ્ય ધર્મ તે સમર્થ પુરુષોના પ્રતાપે હજી પણ ટકી રહ્યો છે. અને એ જ સનાતન ધર્મની શાખા જૈન બ્રાહ્મણ વગેરે વિશેષ નામથી ઓળખાય છે. આપણે અત્યારે સંપથી રહેવાનું છે, તેટલા માટે જ ધર્મોના ભદપભદાને આગળ લાવી ક્ષેશ કરવા એ આપણા હિતને હાનિ કરવા સમાન છે, એટલું કહેવું બસ નથી; જૈનેએ બ્રાહ્મણની સાથે, બ્રાહ્મણએ જૈનેની સાથે મળવું એ સંપ કે દેશ ખાતર જ નહિ,