________________
પ૪
અનાસક્તિયોગ - ક્ષાત્રધર્મ શરૂ થશે. સકલ ભારતવર્ષ બે પક્ષમાં વહેચાઈ ગયું. કૌરવ પક્ષ અને પાંડવ પક્ષ. લાખો જનોએ પાંડ ઉપર વિશ્વાસ રાખીને પાંડને પક્ષ લીધે અને દુર્યોધનની શત્રુતા વહારી. વળી દ્રૌપદી આદિને કરેલાં અપમાનના ઘા એ ક્ષત્રિયાણીના હદયમાંથી રૂઝાયા નહતા. આવી સ્થિતિમાં યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ ઠર્યો, અને સ્થિતપ્રજ્ઞ રહીને આ ધર્મને નિર્વાહ થઈ શકે છે એ ગીતાને ઉપદેશ છે. બેશક, યુદ્ધ અને પ્રજ્ઞાને સમન્વય એ કર્મ અને જ્ઞાનના સમન્વયને કઠિનમાં કઠિન પ્રયોગ છે, અને સામાન્ય મનુષ્યને એ અશક્ય છે એ પણ ખુલ્લું છે. અને તેથી જ મહાભારતકારે ક્ષાત્રધર્મની દુષ્ટતા યુધિષ્ઠિરના “નરે વા કુંજરો વા કવગેરે અનેક પ્રસંગથી અને સ્પષ્ટ વચને વડે દર્શાવી છે. અને આ રીતે ક્ષાત્રધર્મ એ જીવનનો સર્વોત્કૃષ્ટ ધર્મ નથી એમ પણ સૂચવ્યું છે. શંકરાચાર્ય ગીતાના કર્મયોગરૂપી ખુલ્લા ઉપદેશને પરમ સિદ્ધાન્ત માનતા નથી તેમાં પણ આ જ કારણ છે, અને હિન્દુ ધર્મના ઇતિહાસમાં ગીતાના કર્મયોગને માન આપીને પણ સંન્યાસની મહત્તા બહુ ભાગે મનાતી આવી છે તે પણ આને જ લીધે. અર્જુન સ્વભાવથી ક્ષાત્રધર્મનો જ અધિકારી હત–શંકરાચાર્ય અને મધ્ય અધિકારી કહે છે–પછી ભલે એ “પ્રજ્ઞાવાદ” બોલતે હેય-એ ધ્યાનમાં રાખીને જ કૃષ્ણ ઉપદેશ કર્યો છે, અને અર્જુનને તે પછીનો વૃત્તાન્ત જોતાં કૃષ્ણની સમઝણ ખરી સિદ્ધ થાય છે. આપણે–બકે સામાન્ય જગત–હજી અર્જુનના અધિકાર કરતાં આગળ વધ્યું નથી, અને હજી મનજસંસ્કૃતિ એટલી સાત્તિવક નથી થઈ કે જેમાં યુદ્ધ કાલાતીત વા અસ્થાને થઈ પડે. આ સમઝણને આધારે જ ક્ષાત્રધર્મને અંગે ધમ્પયુદ્ધની પરિગણના કરવામાં આવી છે. બાકી, ક્ષાત્રધર્મના જે સ્વાભાવિક દે છે એ મહાભારતકારને કે ગીતાકારને અજાણ્યા નહતા. મહાભારતકારે એ ધર્મને અંદરખાનેથી નિન્દો છે એમ પણ મહાભારતના કેટલાક પ્રસંગે અને એને છેવટનું નિવેહણ ( denouement) જોતાં કહી શકાય, અને ગીતાકારે એને અનિવાર્ય ગણું એના પ્રતિકારરૂપે સ્થિતપ્રજ્ઞતા, કર્મફલત્યાગ, ભગવદ્ભક્તિ, ભગવારણગમન એ ઉપાય બતાવ્યા છે.
ગાંધીજીએ શ્રીકૃષ્ણના સ્વરૂપ પર જે કહ્યું છે તે સર્વથા સત્ય છે. એ લખે છેઃ “ગીતાના કૃણ મૂર્તિમંત શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે, પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરપને નિધિ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ મળમાં કાંઇક જુદુ છે. પણ એ ભેદ અહીં મુદ્દાને નથી.