________________
૪૬
શંકરજયન્તી
r
વેદ અને ષડ્ડી
વિરુદ્ધ સિદ્ધાન્તાના કેટલીક વાર ‘logical' રીતિએ સમન્વય કરી દેખાડતા; પણ તેઓ કરતાં એક વધારે સારી પદ્ધતિ આપણા હાથમાં આવી છે અને તે ' historical method ' યાને અતિહાસિક પદ્ધતિ છે. આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનના તિહાસમાં કપિલ અને શંકરાચાર્યનું ક્યાં સ્થાન છે એ ધ્યાનમાં લેતાં, તેઓને અવિરાધ સહેજ સાધી શકાય છે. આપણે છેક મૂળથી શરૂઆત કરીએ. વેદ એ આપણા સર્વે ધમ અને તત્ત્વજ્ઞાનનું મૂળ છે. વેદ બ્રહ્માના મુખમાંથી નીકળ્યા એમ આપણે સાંભળીએ છીએઃ એ વાત સત્ય છે, પણ જરા ઊંડા ઊતરીને વિચારવા જેવી છે. બ્રહ્માનાં ચાર મુખમાંથી વેદ નીકળ્યા તે ખરેખર ચાર મ્હાંના ફુવારામાંથી ચાર સેરેાની મા પડ્યા હશે એમ તે ભાગ્યે જ મનાશે. આ કલ્પિત રૂપક નજર આગળ લાવીએ છીએ કે તુરત એના યથાશ્રુત અર્થ હસવા જેવા પ્રતીત થઈ, એના ગર્ભમાં રહેલું ઊંડુ સત્ય આપણુને સમજાય છે. ‘ત્રજ્ઞાન’ શબ્દ વૃદ્-વૃર્ત્તૌ ધાતુ ઉપરથી થએલા હાઈ, એના મૂળ અર્થ, વિશ્વમાં વ્યાપેલુ અને વિશ્વની વૃદ્ધિનું કારણ એવું જે ધાર્મિક તત્ત્વ તેથાય છે. એ ધાર્મિક તત્ત્વ ચાર વેદમાં તેમ ચારે દિશામા વ્યાપેલુ છેઃ એ પૂર્વમા છે તેમ પશ્ચિમમા છે, ઉત્તરમાં છે, તેમ દક્ષિણમાં છે. એ સર્વત્ર વ્યાપેલા ધાર્મિક તત્ત્વના ઉદ્ગાર રૂપે વેદની ઉત્પત્તિ છે. અને એમા ધર્મના સવળા તત્ત્વા——જ્ઞાન ભક્તિ અને કર્મ—અને તે પણ જ્ઞાની અજ્ઞાની પ્રૌઢ બાળ સને સંતાજે એવે રૂપે—સમાએલાં છે, તેથી આપણે એને પરમ પ્રમાણુ તરીકે માન આપીએ છીએ. વેદના ત્રણ ભાગ છેઃ સંહિતા બ્રાહ્મણ અને ઉપનિષદ્; તેમાના એક ઉપાસના યા ભક્તિપ્રધાન છે, ખીજો ક`પ્રધાન છે, અને ત્રીજો જ્ઞાનપ્રધાન છે. એમાંના જે ત્રીજે ભાગ ઉપનિષદ્ એમાં છેવટના સિદ્ધાન્ત એ બતાવ્યા કે બ્રહ્મ યાને પરમાત્મા એ જ ખરૂં તત્ત્વ છે, એ જાણવું જોઇએ, અને તે આપણે જાણતા નથી. એ શી રીતે જાણવું ? શ્રુતિએ કહ્યું અને આપણે સાંભળ્યું (શ્રુતિ), પણુ તે નજરે જોવું (દર્શન) શી રીતે ? એ પ્રશ્ન થાય છે. એ પ્રશ્નના ઉત્તર આપવાના યત્નમાંથી આપણાં દર્શનાની ઉત્પત્તિ થઈ છે. આદ્ય દર્શન તે કપિલનું સાંખ્યદર્શનઃ સાંખ્યદર્શને કહ્યું કે આપણે બ્રહ્મને જાણતા નથી તેનું કારણ પ્રકૃતિ–પુરુષના અવિવેક છે; આપણે પ્રકૃતિ અને પુરુષને, દેહ અને આત્માને ભેળરોળ કરી નાંખીએ છીએ એ આપણી હેાટી ભૂલ છે, તેથી પરમાત્મા ઢંકાએલા રહે છે. સાંખ્યું આ પ્રકૃતિ અને પુરુષના વિવેકની ઉપર જ સધળા ભાર મૂકયા, અને પરમાત્મા વિષે કાંઈ કહ્યુ નહિ. તેથી સૌન
અને