________________
૬પ૦
'
શંકરજયની
"ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः" 'એ ક જે શંકરાચાર્યને કહેવાય છે, જે એમના કેઈ પણ પ્રસિદ્ધ પુસ્તકમાં ઉપલબ્ધ થતું નથી, છતાં એને પ્રસાદ જોતાં, તથા એમાં ઘણું સત્ય ટૂંકામાં બહુ સારી રીતે સમાવી દીધું છે એ જોતાં, શંકરાચાર્યને હોય એ સંભવિત છે–એ શ્લોકાર્ધના જ વિવરણ રૂપે થોડુંક કહું તે તે અન્ને બસ થશે.
* સર્વ સિદ્ધાન્તના સારભૂત આ લોકાર્ધમાં પહેલી જ વાત શી કહી છે?—“ક્ષ રહ્ય”—“બ્રહ્મ સત્ય છે” એ. આ બહુ અગત્યને
સિદ્ધાન્ત છે. શંકરાચાયના બીજા બે સિદ્ધાન્તને એ બ્રાહત્યમ્ પાયો છે. કેટલાક જો શંકરાચાર્યને અનીશ્વરવાદી કહે છે.
અને પશ્ચિમમાં પણ “Pantheism”ને “Polite ather ism” કહેવામાં આવ્યું છે. પશ્ચિમમાં વિદ્વાનેને “Pantheism” પ્રત્યે આટલો બધે ઠેષ થવાના ઐતિહાસિક કારણે છે–પરંતુ ત્યાંના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ આપવા જતાં બહુ વિષયાંતર થઈ જાય માટે અત્યારે તે છે તે નથી. હું ખાસ આગ્રહથી જણાવવા માગું છું તે એ કે શાંકરવેદાન્તને અનીશ્વરવાદ બિલકુલ કહી શકાય એમ નથી. શાંકરસિદ્ધાન્ત પ્રમાણે જો હું છું, તમે છો, જે આ જગત છે, તે ઈશ્વર પણ છે જ; જે અર્થમાં હું નથી, તમે નથી, જગત નથી–તે જ અર્થમાં ઈશ્વર નથીઃ અને તે બરાબર છે. જીવ જગત અને ઈશ્વરની, મન માયા અને મહેશ્વરની, ત્રિપુટી છે–એમાંથી કઈ એકલું રહી શકતું નથી. જો હું તમે અને આ જગત ન હોય તે ઈશ્વર નિયતા ને ? માટે જે અર્થમાં એમને નિષેધ થાય છે, તે અર્થમાં, અને તે જ અર્થમાં, ઈશ્વરને પણ નિષેધ બરાબર છે. હવે બ્રહ્મ જે ચેતન્યસ્વરૂપ છે તેને વિષે થોડેક વિચાર કરીએ. પાશ્ચાત્ય ફિલસુફ કાન્ટે મનુષ્યજ્ઞાનના સ્વરૂપ વિષે તથા એની મર્યાદા વિષે કેટલુંક તત્ત્વચિન્તન કર્યું છે. એ તત્વચિન્તન કરીને એણે એક એવો સિદ્ધાન્ત બાંધે છે કે આપણે જે “દેશ” “કાલ” નામે ઓળખીએ છીએ એ બાહ્ય પદાર્થો નથી—એ હવા કે ધુમ્મસની માફક બહાર પથરાએલા પદાર્થો નથી; એ તે અમુક આકારે યાને બીબાં છે કે જેને ઈન્દ્રિય પિતાની સાથે વિષય પ્રત્યે લઈ જાય છે, અને વિષયને એ બીબાંમાં નાંખીને જ દેખાડે છે. અર્થાત એ અમુક ઉપાધિઓ છે, અને જે પદાથી ઈન્દ્રિયગોચર છે તેને જ એ લાગુ પડે છે. આથી આટલું સ્પષ્ટ છે કે