________________
શંકરજયન્તી
*
૬૫૧
જે ઇન્દ્રિયને વિષય નથી તેને દેશ કે કાલ રૂપ ઉપાધિ લાગુ પડી શકતા નથી. અને જે આમ દેશ અને કાલથી અતીત છે તેની–સંખ્યા પણ કેમ સંભવે ? હું મને અને તમને એક બે ત્રણ ચાર એમ ગણું શકું છું; કારણ કે આપણે આ દેહરૂપે યા દેહને લઈને દેશ અને કાલમાં છીએ. પણ શુદ્ધ ચિતન્યરૂપ પદાર્થ તે સર્વથા એક જ હોઈ શકે_બકે એને “એક એવો સંખ્યાવાચક શબ્દ પણ લાગુ પાડી શકાતો નથી; તો એનામાં અનેકતા કેમ સંભવે ? માટે શાંકરેદાન્ત “ત્રણ સત્ય” એમ કહેવાની સાથે જ જગતને અને જીવન નિષેધ કરે છે. બ્રહ્માની જોડે જગત કેમ રહી શકે? બ્રહ્મ એક અને જગત બીજી એમ ગણવા શી રીતે બેસાય? આ અજવાળું અને આ ટેબલ-એમ બ્રહ્મ અને જગત તે એક બીજાની બહાર રહેલા પદાર્થો નથીઃ બ્રહ્મ કાંઈ અજવાળાની માફક જગતની આસપાસ વીટળાઈ રહેલો પદાર્થ નથી, એ તે એના અન્તમાં પ્રવેશેલો પદાર્થ છે, અને તે પણ મધપૂડામાં મધ કે ઝાડમાં રસની માફક જરા પણ જુદ હેઈ અંદર પ્રવેશેલો પદાર્થ નથી–પણુ જેના કઈ પણ દાખલા આપી ન શકાય એવી રીતે પોતાના વિસ્તારમા જગતને સમાવી દેનાર વ્યાપક પદાર્થ છે. આમ ચૈતન્યના ખરા સ્વરૂપનું ગ્રહણ કરવાની સાથે જ જગત અને જીવ ઉભય એમા લય પામી જાય છે. “બ્રહ્મ સત્ય” એ એક સિદ્ધાન્તમાંથી “ ” અને “ ત્રશૈવ રાપરઃ” એ બને સિદ્ધાન્ત અવશ્ય ફલિત થાય છે.
આ જગત મિથ્યા છે, દેખાય છે પણ તે વસ્તુતઃ નથી, એ સિદ્ધાન્ત ગળે ઊતારે ઘણાને કઠણ લાગે છે. પણ મે આપને કહ્યું તેમ ત્રણનું વ્યાપક સ્વરૂપ સમજાઈ જાય તે એ સમજણમાથી એ સિદ્ધાન્ત અવશ્ય
રીતે ફલિત થાય છે. છતાં સામાન્ય બુદિ એનું ગ્રહણ નારિજી કરી શકતી નથી. ન જ કરી શકે. બાહ્ય જગતને ન માન
નાર એક ફિલસુફને સામાન્ય બુદ્ધિની મૂર્તિરૂપ એક અંગ્રેજ વિદ્વાને થાંભલા સાથે માથું અફાળવા અને પછી બાહ્ય જગત છે કે કેમ એ નક્કી કરવા કહ્યું હતુ! પણ જગતના નિષેધને આવો ઉપહાસ વર્તમાન જમાનામાં શક્ય નથી. હાલને એક તત્ત્વજ્ઞાનને પીઢ અને પ્રતિષ્ઠિત પાશ્ચાત્ય પ્રોફેસર કહે છે તેમ-જેને આ બાહ્ય જગતના અસ્તિત્વ વિષે શંકા ઊપજી નથી તેને તત્વવિચાર કરવાનો અધિકાર જ નથી. તવવિચાર જગતના નિષેધ વિના ઉદ્ભવતું નથી એટલું જ નહિ, પણ કોઈ પણ શાસ્ત્ર તે વિના ઉદ્ભવતુ નથી. માયાવાદ એ સર્વ શાસ્ત્રના પાયામાં