________________
ઉપર
શંકરજયન્તી
વચન છે. નરસિક
સ્વીકારાઈ રહે છે. લૌકિક દૃષ્ટિએ–વ્યવહાર દષ્ટિએ—સામાન્ય બુદ્ધિએ આ સઘળું દેખાય છે તેવું જ નથી પણ એની પાછળ ગૂઢ સત્ય રહેલું છે એમ માનીને જ સર્વ શાસ્ત્ર પ્રવર્તે છે. સૂર્ય ચન્દ્ર તારા દેખાય છે તેવડા નથી, પૃથ્વિ સ્થિર દેખાય છે પણ વસ્તુતઃ તેવી નથી–આ ટેબલ સ્થિર પડેલું દેખાય છે પણ એના અવયવ રૂ૫ પદાર્થમાં અચિન્ય ગતિ સદા સર્વદા થયા જ કરે છે–ઇત્યાદિ સર્વ પ્રતિપાદન માયાવાદ સ્વીકારીને જ બની શકે છે. હવે પ્રશ્ન એટલો જ છે કે આ જગત દેખાય છે તેવું નથી ત્યારે કેવું છે? ધાર્મિકદષ્ટ યાને ચિતન્યદૃષ્ટિ જેમની તીવ્ર થએલી છે તેમને એ હમેશાં બ્રહ્મરૂપ જ દેખાયું છે.
" या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । ચહ્યાં નાગતિ મતાનિ ના નિશા રચતો મુને !”
=અન્ય સૌની રાત્રિ એ જ્ઞાનીને દિવસ; અને જ્ઞાનીને દિવસ એ ' અન્યની રાત્રિ—એવું ભગવદ્ગીતાનું વચન છે. નરસિહ મહેતા કહે છેઃ
જાગીને જોઉં તો જગત દીસે નહી, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” અને પ્લેટના સિદ્ધાન્તને અનુવાદ કરતી અંગ્રેજ કવિ વર્ડઝવર્થની પંક્તિ પણ સુપ્રસિદ્ધ છે કે –“Our life is but a sleep and a forgetting” ઈત્યાદિ. છતાં–જેઓની દૃષ્ટિ આટલી બ્રહ્મભરી થઈન હોય તેઓને માટે પણ શાંકરેદાન્તમાં એક સ્થાન છે. શાંકરદાન્તી વિદ્યારણ્યમુનિ ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ એવા સૃષ્ટિના બે ભેદ પાડે છે. પંચમહાભૂત અને એના વિવિધ પદાર્થો તે ઈશ્વરસૃષ્ટિ; અને એ પદાર્થો પ્રત્યે જીવે કરેલા રાગદ્વેષાદિક તે જીવસૃષ્ટિ. જીવને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જીવસૃષ્ટિને નાશ થાય છે, ઈશ્વરસૃષ્ટિનો નહિ. અર્થાત્ મુક્ત દશામાં તે તે પદાર્થો કાંઈ દેખાતા બંધ થવાના નથી, પણ તેઓ પ્રત્યે રાગદ્વેષાદિ વૃત્તિ બંધ થવાની. આ સિદ્ધાન્ત જે કે શાંકરેદાન્તના ઇતિહાસમાં ઉત્તમ કોટિને મનાતું નથી–તથાપિ ઉત્તમ કોટિના સિદ્ધાન્ત સાથે એનું એક મળતાપણું છે તે એ કે આ રીતે જ્ઞાન, મુક્તિ, એ અમુક દૃષ્ટિ ઠરે છે–એ સ્થિતિમાં બાહ્ય જગતમાં કાંઈ ફેરફાર થવાનો નથી પણ એ જગત્ જુદે રૂપે ભાસવાનું છે. આ ઝાડ મને તમને ભાસે છે તે કરતા એક “botanistવાને વનસ્પતિશાસ્ત્રીને તે જુદે જ રૂપે ભાસે છે. તે જ રીતે એક મનહર સ્ત્રીનું શરીર જે એના પર પ્રેમથી ભીજાએલા પતિને એક રૂપે ભાસે છે, સૌન્દર્યથી મેહેલા પરપુરુષને બીજે રૂપે ભાસે છે, દાતરને વળી ત્રીજે રૂપે ભાસે છે,
અને પ્લેટના જગત દીસે