________________
કરજયન્તી
*
૬૫૯
શંકરાચાર્ય સંબધે સામાન્ય જનેમાં એક એવી માન્યતા છે કે એમણે
બૌદનું અને જેનેનું ખંડન કરી વૈદિક વર્ણાશ્રમધર્મ કેટલીક ભ્રાન્તિઓ ફરી સ્થાપ્યો. શંકરાચાર્યના ગ્રન્થ જોશે અગર
એમના જીવનની હકીકત વાંચશે–તે તમને જણાશે કે આ માન્યતા ખરી નથી. વર્ણાશ્રમધર્મ ઈષ્ટ છે કે અનિષ્ટ એ આમાં સવાલ નથી; તેમ હિન્દુધર્મનું એને આવશ્યક અંગ માનવું કે કેમ એ પ્રશ્ન પણ જુદો છે; તેમ શંકરાચાર્ય વર્ણશ્રમધના દુશ્મન હતા એમ કહેવાનું પણ મારું તાત્પર્ય નથી. મારે આગ્રહ એટલે જ છે કે શંકરાચાર્યના ઉપદેશનું સ્વરૂપ નક્કી કરવા બેસવુ ત્યારે હિન્દુ ધર્મના સામાન્ય વિચારે કે આપણું પિતાના પક્ષપાતે એમાં ભેળવી દેવા નહિ—પણ યથાસ્થિત જે જેવું જણાય છે તેવું સ્વીકારવું; અને એ રીતે જોતાં તમને જણાશે કે શંકરાન્ચર્યના જીવનને અને ઉપદેશને પ્રધાન ઉદ્દેશ બૌદ્ધ અને જૈનેનું ખંડન કરવાનું ન હતું. પણ હિન્દુ ધર્મને જ અન્તમાંથી સુધારવા પિતે પ્રવૃત્ત થયા હતા. એમને જણાયું કે ચાલુ હિન્દુધર્મ પ્રાચીન ઔપનિષદધર્મના સ્વરૂપમાંથી ચળી અસંખ્ય દેવતાની ઉપાસનામાં ગૂંથાઈ ગયો હતો, અને એને અંગે કર્મકાંડની જાળ પણ એમાં પુષ્કળ પથરાઈ ગઈ હતી. તેથી એમણે સર્વત્ર એક પરમાત્મા જ ઉપાસ્ય છે જેનાં શિવ વિષ્ણુ આદિ માત્ર નામ જ છે એમ બતાવ્યુ, તથા કર્મકાંડનું બહુ જોસથી અને આગ્રહથી ખંડન કર્યું. શંકરાચાર્યનાં ભાષ્ય ઊઘાડીને જોશો તે એક વાત તમારી નજર ખેંચ્યા વિના નહિ રહે તે એ કે કર્મમાર્ગના ખડન માટે એમણે પાનાં ને પાનાં લખ્યાં છે–ઘણું ગ્રન્થો તે એ ખડનથી જ શરૂ થાય છે –અને એ કરવા માટે એમને જેવો આગ્રહ દીસે છે તેવો ભાગ્યે જ કોઈ અન્ય સિદ્ધાન્તના ખડન માટે દેખાય છે. શ કરાચાર્ય જ્ઞાનથી જ પરમાર્થસિદ્ધિ માને છે, અને તે એટલે સુધી કે જ્ઞાનકર્મસમુચ્ચયવાદ, એટલે કે જ્ઞાન અને કર્મ ઉભય ભળીને મેક્ષ પ્રાપ્ત કરાવે છે એ વાદ, જે રામાનુજાચાર્યને ગ્રાહ્ય છે તે શંકરાચાર્યને ગ્રાહ્ય નથી. એ તે સ્પષ્ટ કહે છે કે કર્મ અને જ્ઞાન અંધારા અજવાળા જેટલાં એક બીજાથી વિરુદ્ધ છે. વસ્તુ જોવી હોય તે દી જોઈએ, કેડીઆમાં અંધારૂ ભરીને ફરીએ તો તેથી વસ્તુ ન જડે. કેટલાક જો એમ માનતા જણાય છે કે કર્મ વડે ચિત્ત શુદ્ધ થાય છે અને એ રીતે કર્મ આવશ્યક સાધન છે. આ બાબત પણ શંકરાચાર્યને સિદ્ધાન્ત શેખે છે. બ્રહ્મજ્ઞાનના અધિકારીમાં નિત્યાનિત્યવસ્તુવિવેક આદિ સામગ્રી હોય તે બસ–એ પ્રાપ્ત થતાં પૂર્વે એ માણસે કર્મ કરવાં જ
ચાયનાં ભાવમાં
નજર એ
દીવ
માનતા જણાય છે. આ બાબતે વિવેક આદિ