________________
શકરજયન્તી
૬૪૭ નિષેધઅર્થમાં લેવાય છે એ નિયમે પરમાત્મા નથી એવું સાંખ્યદર્શીનનું તાત્પ સમજાયું. જરા પ્રસંગાન્તર કરીને ખીજે દાખલા આપું. બુદ્ધ ભગવાન પણ મૂળ બ્રહ્મના નિષેધ કરતા કે વેદનું ખંડન કરતા ન હતાઃ વેદાનુસારી ગણાતા કેટલાક આચારાનું ખંડન કરવાના જ એમના આશય હતા. એક પ્રાચીન બૌદ્ધ ગ્રન્થ જોતાં, એમાં ખુદ્દ ભગવાન બ્રહ્માના નિષેધ કરતા નથી પણ કહે છે ——નદીને આ તીરે ઊભા રહી સામા તીરને ખૂમ પાડવાથી એ તીર અહીં આવતું નથી, પણ હેાડીમાં એસી હલેસાં મારી એ તીર તરફ જઈએ તા જ ત્યાં જવાય છે, એમ બ્રાને (=બ્રહ્મા' )માત્ર નામથી મેલાવ્યે એ પ્રાપ્ત થતું નથી, પણ એને પામવા માટે સાધન આચરવાં જોઇએ પરંતુ આ સાધન માટેના આગ્રહ સાધ્યના નિષેધના અર્થમાં લેવાયે તેમ સાંખ્યદર્શને પ્રકૃતિપુરુષના વિવેક સંબન્ધી વિશેષ પ્રતિપાદન કરવા જતાં બ્રહ્મ પરત્વે જે મૌન રાખ્યું તેના અર્થ અનીશ્વરવાદ ઢૌં. આગળ જતાં સાંખ્યદર્શનનાં પુસ્તકામાં એ અનીશ્વરવાદનું સમર્થન કરવામાં આવ્યું. પણ કપિલ ભગવાનના એ આશય નહિ હાય. હવે બીજું પગલું : પ્રકૃતિપુરુષના અવિવેકથી વસ્તુસ્વરૂપ ઢંકાએલું રહે છે ખરું; પણુ એ અવિવેક શી રીતે ટાળવા અને વિવેક શી રીતે ઊપજાવવા ?—એ પ્રશ્ન થાય છે. એ માટે કાંઈક સાધનની ચેાજના કરવી જોઈએ; એ કરવા-ચાગદર્શનની ઉત્પત્તિ થઈ. પ્રકૃતિથી પુરુષને જુદા પાડવા ‘ ચેાગ ' યાને ‘ ચિત્તવૃત્તિનિરાધ કરવા જોઇએ, અને તે ઈશ્વરમાં પ્રણિધાન કરવાથી થઈ શકે ઇત્યાદિ સાધનસરણ યેાગદર્શને ખતાવી. કપિલનું સાંખ્યદર્શન એને ‘Theoretic Sankhya' અને પતંજલિના યાગને ‘Practical Sankhya' એમ કહી શકાય. ઉભય આપણાં પુસ્તકામાં નિરીશ્વર સાંખ્ય ' અને ‘સેશ્વર સાંખ્ય' એમ સાંખ્ય નામે—એક જ દર્શનના એ ભાગ રૂપે—એળખાવાય છે. વારૂ——પણ પ્રકૃતિપુરુષના વિવેકની અને તે માટે જોઈતા ચિત્તવૃત્તિનિરાધની શી જરૂર ? આત્માપરમાત્મા એવા પદાર્થો જ ક્યાં છે ? ત પ્રધાન યુગની આ શંકાઓના ઉત્તર આપવા વૈશેષિક અને ન્યાય દર્શીને ઉત્પન્ન થયાં. આત્મા અને અનાત્માના વિશેષ ધર્માં નક્કી કરનાર દર્શન તે વૈશેષિક; અને તે માટે જોઈતાં અનુમાનાદિ પ્રમાણની ચેાગ્ય ઘટના કરનાર તે ન્યાય. આમ પૂર્વોક્ત સાંખ્ય અને ચાગ ઉપરાંત ખીજા બે ના થયાં. પણ એ દનેામાં એક ખામી ઉધાડી હતી તેઓ લૌકિક પ્રમાણ વડે અલૌકિક પદાર્થના નિર્ણય કરવા પ્રવૃત્ત થયાં હતાં. પર્વતો ઘન્નુમાન ધૂમાત' એ અનુમાનપતિ ભલે ધૂમ અને દ્ધિ માટે યથાર્થ હેાય; પરંતુ આપણે જે વિષય વિચારવા બેઠા છીએ તે
"
"
·