________________
સૂત્રકૃતાંગ
પપપ
મહાવીરસ્વામી પછી લગભગ એક હજાર વર્ષ પછીના છે. ઓછીવત્તી આ સ્થિતિ પ્રાચીન બૌદ્ધ અને બ્રાહ્મણ ગ્રન્થની પણ છે. પણ જે શ્રદ્ધા અને માનથી પ્રાચીન ગ્ર –અને તે પણ ધર્મના પ્રાચીન ગ્ર –આપણું પ્રજા સાચવે છે, તે ધ્યાનમાં લેતાં, ઉપલબ્ધ ગ્રન્થ એના શબ્દાંશમાં ભલે કાંઈક ભિન્ન છે, પણ એના અથાશમાં તે એ લગભગ યથાપૂર્વ રક્ષિત, હશે એમ માનવું અપ્રમાણ નથી. આ રીતે સૂત્રકૃતાંગ પ્રાચીન દષ્ટિએના સ્વરૂપ ઉપર બહુ પ્રકાશ પાડે છે અને એને બૌદ્ધ બ્રહ્મજાલસુત્તમાં કરેલા નિરૂપણથી સ્વતંત્ર પુષ્ટિ મળે છે. એ દષ્ટિએનું આ પુસ્તકના ઉપઘાતમાં સારું સ્પષ્ટીકરણ થએલું છે. એટલે એ સંબધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. તથાપિ એક વસ્તુ ઉમેરું. એમાં ઉલ્લેખાએલા વાદ પુરાણા સિદ્ધાન્તનાં વિકૃત રૂપ જણાય છે, અને એ વિકૃતરૂપે શ્રી મહાવીર સ્વામીના સમયમાં એ લોકમાં પ્રચલિત હશે એમ અનુમાન કરવું પડે છે. તેમાં, મૂળ રૂપમાં પણ એ સર્વ વાદો અનેકાન્ત જૈન દૃષ્ટિએ અપૂર્ણ સત્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે. અને સહુથી હેટી વાત લક્ષમાં રાખવાની છે તે એ કે, અત્રે કરેલા જૈન ઉપદેશ પ્રમાણે
“જ્ઞાનમાત્રને સાર તે આ જ છે કે, કેઈ પણ જીવની હિસા ન કરવી. પ્રાણીઓનું સ્થાવર જેવું કે જગમ એ અમુક ચેકસ કારણેને લીધે હોય છે. બાકી બધાં જ છવભાવે સમાન છે. તેમાય જંગમ પ્રાણીઓ વિષે તે આ સ્પષ્ટ સમજાય એવું છે. એટલે, પિતાની જેમ કેઈને દુઃખ નથી ગમતું. માટે કોઈની હિસા ન કરવી. અહિસાને સિદ્ધાંત તે આ જ છે. માટે મુમુક્ષુએ ચાલવામાં, સૂવાબેસવામાં તથા ખાવાપીવામાં સતત જાગૃતિ ભેર સંયમી ને નિરાસકત રહેવું તથા માન, ક્રોધ, માયા ને લોભ તજવાં. આ પ્રમાણે સમ્યફ આચારવાળા થઈ, તથા કમ્ આત્માને ન લેપે એ સારું અહિંસા, સત્યાદિ પાંચ મહાવ્રતરૂપી સંવર (એટલે કે છત્ર) દ્વારા સુરક્ષિત બનવું; અને એમ કરી, કર્મબંધનના આ લોકમાં પવિત્ર ભિક્ષુએ પૂર્ણતા પ્રાપ્ત કરતાં સુધી રહેવું.” (પૃ. ૭૮-૯).
વિસન્ત, ભાઇ-ચૈત્ર ૧૯૯૭]