________________
૪ થી ઓગસ્ટની પ્રાર્થના.
૫૮૮
પ્રભુની શી શક્તિ છે? પ્રભુનું સ્વરૂપ જેણે યથાર્થ ગ્રહણ કર્યું છે, એને આ વિશ્વ સાથે અને એના નિયમ સાથે શો સંબન્ધ છે એ ઊંડા ઊતરી વિચાર્યું છે તે આ દલીલને ઘડી પણ માન્ય નહિ કરે. શું પ્રભુ તું
વર્તમ સવ્યથા વર્તુજ સમર્થ નથી? “અસલ હશે—અજ્ઞાની અને વહેમી જનની દૃષ્ટિએ હશે; પણ આ વિશ્વ ઉપર સાયન્સને ઝળહળતો પ્રકાશ પડ્યો અને વિશ્વના નિયમ શેધાયા અને સકલ વિશ્વ કાર્યકારણના નિયમથી શંખલાએલું છે, એમ જણાયું–ત્યારથી જગતને એ સ્વચ્છન્દી અને ગાંડે રાજા આપણું કલ્પનામાંથી ઊડી ગયો છે, અને એને સ્થળે અત્યારે કાર્યકારણને મહાનિયમ કાયદાસર અને ઠરેલ રીતિએ રાજ્ય કરવા બેઠે છે. આ દલીલ ઠીક છેઃ પ્રજાસત્તાની ભાવનાના વર્તમાન સમયમાં એ આપણને ઝટ ગળે ઊતરી જાય એવી છે. પણ તે યથાર્થ છે? વિશ્વના નિયમ તે વિશ્વના પ્રભુને પણ લગાડશે? “anthropomorphic God ની માન્યતાને–ચાને મનુષ્યદષ્ટાન્તથી પ્રભુની કલ્પના કરવી એને–બ્રાન્તિ માનનાર સાયન્સવાદીઓ આ જડ જગતના દૃષ્ટાન્તથી પ્રભુની કલ્પના કરવામાં કાંઈ બુદ્ધિદેષ નહિ જુવે? આ વિશ્વ કાર્યકારણના નિયમથી શખલાએલું છે કે સંકળાએલું છે? પ્રભુએ જગતમાં કાર્યકારણને નિયમ પ્રવર્તાવ્યો છે એ જગતની શંખલા નથી પણું સંકલના છેઃ શંખલા જડ પદાર્થની બનેલી હોય, પણ સંકલના તે ચેતનધર્મ છે. આ વિશ્વની કલના કરવી ચૈતન્યની એકતા વિના વિશીર્ણ થઈ જતા આ વિશ્વના પદાર્થોની “સમ–યાને એકત્ર, એકતામાં–કલના કરવી, અર્થાત એને જોડવા (૬) અને સમજવા તથા સમજાય એવા કરવા (વાઇના)–એ પ્રભુ કરે છે. એ જગતને પિતાના નિયમથી બાધ નથી, પણ પિતાના વાસથી જીવતું અને બોલતું ચાલતુ કરે છે. બહિયમી અને અન્તર્યામી વચ્ચે આ જ મહોટે ફેર છેઃ બહિર્યામી બહારના નિયમથી બાંધે, પણ બાંધવામાં પોતે પણ બંધાય; અન્તર્યામી માહથી બાંધે, પણ બાધવામાં જ–બાધવાની ક્રિયામાં જ જીવન આપે અને પિતે એ બન્ધનથી સ્વતન્ત્ર રહે. પરમાત્મા આ વિશ્વને અન્તર્યામી હાઈ એને જીવતું અને કાર્યકારણના નિયમ વડે બેલતું ચાલતું કરે છે; પણ જાતે એ નિયમથી બંધાતું નથી. જેના વડે નિયમનું અસ્તિત્વ બને એને એ નિયમ બાંધે એ તો–સમુદ્રના તરંગો સમુદ્રને બાંધે એમ કહેવા સમાન છે.
પરમાત્માને આ વિશ્વના નિયમો ભલે લાગુ પડતા ન હોય–પણું આ વિશ્વમાં નિયમ પ્રવર્તે છે અને એ નિયમમાં મનુષ્યથી ફેરફાર થઈ