________________
૪ થી ઑગસ્ટની પ્રાર્થના
૫૮૭
તેવાં અનુભવવા માંડ્યાં છે તેઓ યુદ્ધનો અંત આવે તે સારું એમ ઈચ્છે તે તે સ્વાભાવિક છે.
આ ત્રણ વર્ષથી પૃથ્વી ઉપર રાત દિવસ કેટલી બધી રુધિરની નદીઓ વહ્યાં કરે છે એ કલ્પનામાં લાવો કેટલા બધા “રુધિરપ્રિય છે અને કેટલી બધી “વસાગબ્ધા એને આજકાલ ભરપૂર અન્નપાન થઈ ગયાં પૃથ્વી ઉપરથી કેટલા બધા અભિમન્યુઓ માત પિતા અને પત્નીને રડતાં મૂકી ચાલ્યા ગયા! અરે! એમની સંખ્યા પણ એટલી બધી થઈ ગઈ કે અત્યારે અભિમન્યુ અને ઉત્તરા-નું કાવ્ય રચી જગતને રસગ્ન કરવાને પણું અવકાશ રહ્યો નથી! વળી, આ યુદ્ધમાં પ્રતિદિન જે દ્રવ્ય ખર્ચાય છે એનું તે શુ જ કહેવું! ગોલ્ડસ્મિથ તવંગરના પિષાકને નિર્દેશીને કહે છે કે એમના વસ્ત્રોમાં એટલું બધુ કપડુ નકામુ ભરવામાં આવે છે કે એમાથી ગરીબ નવસ્ત્રાંના અંગ ઢકાય!—એ જ રીતે, આ દ્રવ્ય, કેળવણું આરોગ્ય વગેરે લોકહિતને માર્ગે ખર્ચાયું હોત તો આજ આપણું નેત્ર આગળ કઈક જુદી જ પ્રકાશ અને તંદુરસ્તીથી ભરેલી દુનીઆ પથરાએલી હેત ! અને આ ખર્ચને લીધે જગતને ભવિષ્યને સુધારે પણ કેટલો બધે અટકી પડશે એ કલ્પવું કઠિન નથી.
આમ, આ યુદ્ધ ઝટ શમે તે સારૂ એમ સૂચવનાર સઘળી દલીલ કરી રહ્યા પછી પણ એક દૃષ્ટિબિન્દુ એ સઘળી દલીલના ઉત્તરમાં ઉપસ્થિત રહે છેઃ જગતે આટલી બધી જાનમાલની ખુવારી ફેકટ જ વેઠવી? જર્મનીના હપદને તેડ્યા વિના જગત નુ કલ્યાણ છે? એક વાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે કે આ યુદ્ધમાં ઊતરવાને આપણે એક ઉદેશ આપણું પિતાનું રક્ષણ કરવા માટે હતો, (લોર્ડ બર્ટસે યુદ્ધના આરંભ વખતે આ સ્પષ્ટ અને નિખાલસ રીતે જણાવ્યુ હતુ), તથાપિ તે સાથે અન્ય હાની પ્રજાઓનું રક્ષણ પણ જોડાએલું હતું, અને યુદ્ધ જેમ આગળ ચાલતું ગયું તેમ આ જગત નું બંધારણ કેવા પાયા ઉપર રચાવું જોઈએ –જય ત્યાં ધર્મ? કે ધર્મ ત્યા જય?–એ મહાન નૈતિક–સાર્વત્રિક અને કાલિક–સત્યને પ્રશ્ન વધારે ને વધારે સ્પષ્ટતાથી ઉપસ્થિત થવા લાગ્યો છે, અને એને ઉત્તર “ધર્મ ત્યાં જ જય' એ મહાભારતના શબ્દમાં સિદ્ધ કરવો એ કર્તવ્ય અત્યારે જગતના એક મોટા સામ્રાજ્ય તરીકે આપણું ઉપર પ્રભુએ મૂક્યું છે, સ્વાર્થ સાથે જોડીને મૂક્યું છે, જ જુવે વેણુસંહાર નાટકમાં ભારત યુદ્ધનું વર્ણન. *