________________
૪ થી આગસ્ટની પ્રાર્થના
આટલા માટે જ રૂપક અને અર્થવાદના ઉપયાગ ઇષ્ટ ગણી શ્રુતિ કહે છે. - પૌક્ષપ્રિયા દિવૈયા: 'દેવાને આડકતરું નિરૂપણ ગમે છે. અને શ્રુતિનાં સત્યને વધારે લેાકપ્રિય વાણીમાં ખહલાવનાર ઇતિહાસ અને પુરાણના ઉપયેાગ કરવા નીચેની પંક્તિ કહે છેઃ इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुताद्वेदो मामयं प्रहरिष्यति ॥
૫૮૬
ઇતિહાસ અને પુરાણુ વડે વેદનું ઠીક ઠીક ઉપખંતુણુ કરવું. અલ્પશ્રુતથી વેદ બ્હીએ છે કે રખેને આ મને મારે.
આપણાં ઇતિહાસ અને પુરાણેાનું આપણા ધાર્મિક સાહિત્યમાં કેવું મહત્ત્વનું સ્થાન છે એ આર્યસમાજી લાલા લજપતરાયને પણ ડા. આનન્દકુમારસ્વામીના સમાગમ પછી સમજાયું હતું.
[ વસન્ત, વૈશાખ સં. ૧૯૭૦ ]
૮
૪ થી આગસ્ટની પ્રાથૅના
'
આ જ યુદ્ધને ત્રણ વર્ષ થયાં. લાડ કિચનરે ઓછામાં ઓછી આંકેલી અવધ પૂરી થઈ, હજી યુદ્ધ કેટલું ચાલશે?”—એમ શેક સ્થળે પૂછાય છે. આ પ્રશ્ન સાંભળી ક્ષણુવાર મને રાજશેખર કવિના બાળરામાયણુ નાટકના મારા પ્રિય શ્વેશ્વક સાંભરે છે. રામ સીતા અને લક્ષ્મણુ વનવાસે જવા નીકળ્યાં છેઃ હજી સૌ અપેાધ્યા નગરીના પાદરમાં જ છે, ત્યાં—
सद्यः पुरीपरिसरेऽपि शिरीषमृद्धी
गत्वा जवात् त्रिचतुराणि पदानि सीता । गन्तव्यमस्ति कियदित्यसकृद् ब्रुवाणा
रामाश्रुणः कृतवती प्रथमावतारम् ॥
સીતાજી ઝટ ઝટ ત્રણ ચાર પગલાં ચાલીને પૂછે છે— હવે કેટલું જવાનું બાકી રહ્યું ?': આમ ફરી ફરીને સીતાજીએ પૂછ્યાં કર્યું ત્યારે, રામચન્દ્રજીનાં નેત્રમાંથી કદી નહિ પડેલાં અશ્રુ પહેલવહેલાં પડયાં! હજી આપણે યુદ્ધને પાદરેજ છીએ એમ તે નથી જ, પણ હજી અન્ત દૂર લાગે છે. અને જેઓએ આ મહા ધાર યુદ્ધનાં દુ:ખ કદી નહિ કલ્પેલાં