________________
૬૦
આત્મ-અનામ-દષ્ટિ
આપવાની સત્તા મને મળે? પહેલી પિતાની રાજકીય સત્તા અને પછી . ઉચ્ચ આદર્શોના ઉપદેશ દેવાને અધિકાર એ ક્રમ છે? જીસસ ક્રાઈસ્ટ શું પહેલેથી રેમન રાજ્યથી મુક્તિ મેળવવાની જરૂર બતાવી હતી ? યાજ્ઞ વલ્કય જ્યારે જંગલમાં જતા હતા અને મૈત્રેયીને મિલ્કત આપવા માંડી ત્યારે મૈત્રેયીએ શું કહ્યું હતું? તેણે કહ્યું હતું કે “હું વિત્તને શું કરું? એથી કાંઈ અમરત્વ મળશે?” તેણે પહેલાં રાજ્યદ્વારી સત્તા કે અહિક મહેટાઈ મેળવીને પછી આદર્શ પ્રમાણે વર્તવાની વાત કરી નહતી.”
આધ્યાત્મિક બળથી ભરપૂર બુદ્ધ કે ક્રાઈસ્ટ જેવો મહાપુરુષ રાજકીય વાતાવરણની દરકાર રાખ્યા વગર જગતને મહાન ધર્મ આપી શકે તેમ, એક પરાધીન પ્રજાએગ્રીસે પિતા ઉપર રાજ્ય કરનારી પ્રજા ઉપર– રામ ઉપર–પિતાની સંસ્કૃતિનું રાજ્ય સ્થાપ્યું જાણવામાં છે પણ જે મહત્તા મહાન બુદ્ધ કે ક્રાઈસ્ટની હતી તેવી અત્યારે કંઈ પણ હિન્દના વતનીની છે? છે એમ માનવું એ મિથ્યા કલ્પના છે. એટલું જ નહિ, પણ તેઓની સફળતાનાં જે ઐતિહાસિક કારણ હતાં તે પ્રકૃતિ પ્રસંગમાં હાજર નથી. તે જ પ્રમાણે, જે ઐતિહાસિક પરિસ્થિતિમાં મને ગ્રીસે પિતાની સંસ્કૃતિ આપી તે પરિસ્થિતિ અત્યારે બ્રિટન અને હિન્દના સંબધમાં નથી એ પણ ઇતિહાસનાં દષ્ટાન્તોની દલીલ કરનારે યાદ રાખવું જોઈએ.
જીવન એવો અખંડ પદાર્થ છે કે એના ખંડ પાડી એ ખંડના સુધારાનું પૌવપર્ય નક્કી કરવા બેસવું એમાં મૂલમાંથી જ ભૂલ થકી આરંભ કરી એ ઉપર વિચારનું ચણતર ચણવામાં આવે છે. ખરી વાત છે કે મૈત્રયી માને છે તેમ આત્મા પરમ પુરુષાર્થનું લક્ષ્યબિન્દુ છે. જે મનુષ્ય આત્મા તેણે બધું ખાયુંઅને જે પ્રજામાં આધ્યાત્મિક બળ નથી, તે ભલે આર્થિક બળ અને રાજકીય બળમાં અગ્રેસર પ્રજા હોય, પણુ મનુષ્યજાતિ તરીકે જે પિતાને પરમ અધિકાર છે તેણે ગુમાવ્યો જ છે. પણ વસ્તુતઃ અત્રે “આત્મા એટલે શું સમઝવું? હદયગુહામાં રહેલો કાઈક અજ્ઞાત અને અણેય પારસમણિ? એમ હોય તે એની પ્રાપ્તિ માટે તે પૂર્વ અને પશ્ચિમને એક બીજા સાથે સંલાપ કરાવવાની જરૂર નથી–ોગસાધના જ એને ખરે માર્ગ છે. જીવનની સઘળી પ્રવૃત્તિઓને સમુદાય એ “આત્મા’? તે તે, એમાં રાજકીય પ્રવૃત્તિઓને પણ સમાન વેશ થાય. એ સમુદાયનું કેન્દ્રભૂત તત્વ એ આત્મા”? એ કેન્દ્રભૂત તત્ત્વ શું છે એ વિચારેક વર્તુલ વગર કેન્દ્ર કેવું? જીવનની સઘળી પ્રવૃત્તિઓ