________________
૧૨
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર દૃષ્ટિનું તેજ–વૃદ્ધ માણસની દૃષ્ટિ જેવું–ક્ષીણ થતું ગયું, અને પ્રાચીન આત્મદષ્ટિ હજી સુધી અસ્તિત્વમાં રહ્યા છતાં એ બહુ કાર્યકારિણી રહી નહિ.
હિન્દ પિતાની આત્મદષ્ટિ જ ફરી તેજસ્વિની કરીને જગતને આપવી જોઈએ, અને તેથી સ્વરાજ્યના ઉદ્યોગને પહેલ આપવી ન જોઈએ એમ છે. ટાગેરને ઉપદેશ છે. સામાન્યરૂપે આ ઉપદેશની યથાર્થતા આપણે સ્વીકારીશું. પણ આત્માને આપણે વ્યવહારખાલી બેખું માની શકતા નથી, તેથી રાજકીય આથિક કે સામાજિક સુધારાનો બહિષ્કાર કરી શકીશું નહિ. માત્ર એ સર્વને કેન્દ્રસ્થાને–અગ્રસ્થાને નહિ, પણ કેન્દ્રસ્થાને, કારણ કે એ જ આત્માનું ખરૂ સ્થાન છે–અધ્યાત્મ વિચારને મૂકીશું. પરંતુ વિશેષમાં, રાજકીય ઉદ્યોગને અનાદર કરનાર વિચારકેને આટલું પૂછીશું કે ધર્મ અર્થ સમાજ આદિ સર્વ જાતના સુધારા કરતાં રાજકીય સુધારાએ અત્યારે હિન્દનુ ધ્યાન વધારે કર્યું છે એનું શું કારણ એ ભૂલ છે એમ કહેવું સહેલું છે. પણ દર્દીને હાથ ફરી ફરીને શરીરના અમુક સ્થાન ઉપર જ પડે તે સમઝવું ન જોઈએ કે દર્દીને તે સ્થાને દર્દ વધારે છે? આ દર્દની લાગણમાં પાશ્ચાત્ય કેળવણી કે જેમાં રાજકીય સ્વાતવ્યના વિચાર પ્રાધાન્ય ભોગવે છે એ કેટલેક અંશે કારણભૂત હશે, પણ એટલાથી આ તીવ્ર લાગણનો પૂરેપૂરે ખુલાસો થતો નથી. દર્દ સાચુ અને ઊંડું છે, અને શરીરના બીજા અવયવો ઉપર પણ એ અસર કરી રહ્યું છે. દર્દી હિન્દ કરતાં તંદુરસ્ત હિન્દ અન્ય પ્રજાને આધ્યાત્મિક ઉપદેશ વધારે સારે આપી શકશે.
[ વસન્ત, ફન્શન, સં. ૧૯૭૯ ]
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર હારીત મુનિનું એક વચન કે faષધ ત્રિો ત્રાવિન્યઃ રથवश्वश्च । तत्र ब्रह्मवादिनीनामुपनयनमग्नीन्धन, वेदाध्ययनं स्वगृहे च भिक्षाचयति सद्योवधूनां तु उपस्थिते विवाहे कथंचिदुपनयનમાઝું નવ વિવાદુ વાળેઃ ”—(બે પ્રકારની સ્ત્રીઓઃ બ્રહ્મવાદિની અને સોવધુઃ તેમાં, બ્રહ્મવાદિનીઓને ઉપનયન, અગ્નીન્જન વેદાધ્યયન, અને પિતાના ઘરમાં ભિક્ષાચર્ય; સદ્યોવધૂને વિવાહ આવી પડતાં, જેમ