________________
1. શંકરજયન્તી
*
૬૪૩
મ
શંકર-જ્યન્તી સિદ્ધપુરમાં થએલા ઉત્સવમાં પ્રમુખ તરીકેનું ભાષણ સગ્રહસ્થો
મને આપની વતી રા. પ્રહલાદભાઈ તરફથી અત્રે આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે મેં ધાર્યું હતું કે એ ઉપકારના બદલામાં હું એક વ્યાખ્યાન આપીને અનૃણ થઈશઃ પરંતુ આપે મને આ પ્રસંગે પ્રમુખપદ આપીને અધિક ઉપકૃત કર્યો છે–એ ઉપકારનો બદલો કેવી રીતે વાળું એ મને સૂઝતું નથી. પણ એક બીજી રીતે વિચાર કરું છું તે મને લાગે છે કે હું મારે પિતાને જ ઘેર છું, અને આભારની લાગણી હદ પાર ધરાવવાનું કારણ નથી. રા. પ્રહલાદભાઈને હું મારા મિત્રના–રા. મણિલાલનામિત્ર તરીકે લાંબા વખતથી ઓળખું છું, અને અત્યારે મારા જ એક વિદ્યાર્થીએ મારી સમક્ષ મંગળાચરણ ગાઈ સંભળાવ્યું એ પણ મને મારી કોલેજનું જ સ્મરણ કરાવે છે, એટલે ઉપકારભાનમાં સમાએલી જે પરાયાપણાની બુદ્ધિ તે મને થતી નથી. આપે મારા વેદાન્તના અને તત્ત્વજ્ઞાનના લાંબા અભ્યાસની પ્રશંસા કરી તે માત્ર આપને પક્ષપાત જ છે. વીશ પચીસ વર્ષ તો શું પણ આખી મનુષ્યજીદગી પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ગહન વિષયના અભ્યાસ માટે બસ નથીઃ અરે! મનુષ્યજાતિ હજારો વર્ષથી આ વિષયના જ્ઞાન માટે મથ્યા કરે છે, પરંતુ એને પાર પામી નથી–તે એક સાધારણ મનુષ્યનો જેતે અભ્યાસ આ વિષયનાં છેવટનાં સત્યો ઉકેલવામાં કેટલું કરી શકે? માત્ર આપે મારે માથે જે કર્તવ્ય નાંખ્યું છે તે યથાશક્તિ યથામતિ બનાવવા હું યત્ન કરીશ.
હવે આજનું કામ શરૂ કરતાં પહેલાં–મારે જણાવવું જોઈએ કે સ્વાગતમડળના પ્રમુખશ્રીએ શ્રીમન્માધવતીર્થોસ્વામી સંબધી તથા શ્રીમમહારાજા સાહેબ સંબધી જે પ્રશસાનાં વચનો ઉચ્ચાર્યો છે તેમાં હું મળું છું: શ્રીમન્માધવતીર્થસ્વામીએ દેશની સમુદ્રયાન પરત્વે જે વર્તમાન સમયની જરૂર વિચારીને એગ્ય વ્યવસ્થા આપી છે, તથા સ્ત્રીકેળવણું વધારવા તેઓ તરફથી વારંવાર જે ઉપદેશ કરવામાં આવે છે, એ ખરેખર સ્તુતિપાત્ર છે. તેમ જ શ્રીમમહારાજા સાહેબ સાથે બે ચાર વાર મને જે વાતચીતના પ્રસંગે મળ્યા છે તે ઉપરથી હું કહું છું કે તેઓશ્રીને પ્રજાના કલ્યાણ માટે