________________
૬૩૦ વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન
અત્યારે આપણે “વર્ણશ્રમ”ના રક્ષણની કે “વર્ણાશ્રમ”ના “સ્વરાજ્યની ભલે વાતો કરીએ, પણ અન્તઃપુરુષનું સાક્ષ્ય માથે ચઢાવીને બેલીએ તે. અત્યારે નથી “વર્ણ અને નથી “આશ્રમ”. અમારા એક મિત્ર મહામહેપાધ્યાયને સભામાં કહેવામાં આવ્યું કે અમુક જ્ઞાતિ-જે સામાન્ય રીતે બ્રાહ્મણ મનાતી નથી–બ્રાહ્મણ” છે એમ સ્વીકારે ત્યારે એમણે ઉત્તર દીધે કે કહેવાતી બ્રાહ્મણ જ્ઞાતિ શક છે એમ માનવાને હું તૈયાર છું, પણ આ જ્ઞાતિ બ્રાહ્મણ છે એમ માનવાને હું તૈયાર નથી. બ્રાહ્મણની હારી ભાવના બહુ ઊંચી છે. આ ઉત્તરનું તાત્પર્ય સ્પષ્ટ છે; અધિક વિવેચનની જરૂર નથી. આ પ્રમાણે જ્ઞાતિ વિષે જે કહ્યું તે આશ્રમને પણ લાગુ પડે છે.
હવે જે વર્ણાશ્રમ સંધે કાંઈ કરવા જેવું છે તે તે પ્રથમ તે “વર્ણ” અને “આશ્રમ”ને ફરી જીવતા કરવાના છે. એ ફરી જીવતા થશે ત્યારે અસલના રૂપના જ જીવતા થશે એમ કાંઈ નથીઃ અસલને આત્મા નવું રૂપ ધારણ કરે, નવો અવતાર પામે તેથી એના આત્માની એકતા અથત, એના ખરા તાત્વિક સ્વરૂપનું તાદામ્ય, મટી જવાનું નથી. શંકરાચાર્ય રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની ગાદીએ આવેલા આચાર્યોએ સ્મરણ રાખવું જોઈએ કે એમની પરંપરામાં આવા પુરુષોએ “વર્ણશ્રમ”ના સંરક્ષણને જ જીવન અપ્યું ન હતું. એ પ્રમાણે કર્યું હોત તે આજ એમનાં પવિત્ર નામ જગતમાં અમર થએલાં જોવામાં આવે છે તે ન આવતઃ એમણે તે પ્રજાને પરમાત્માની ઓળખ કરાવી હતી, અને પરમાત્મપ્રાપ્તિમાં અને સાચા માર્ગમાં જ્ઞાન કર્મ અને ભક્તિ વિષે–પોતપોતાની વિભિન્ન રીત–ઉપદેશ કરીને હિન્દુસ્થાનના જીવનમાં ચૈતન્ય પૂર્યું હતું. વર્ણ અને આશ્રમનું શું સ્થાન છે એ બતાવ્યું હતું. એમની સાચી શિષ્ય પરંપરામાં દેખીતી રીતે કેટલાક સંન્યાસીઓ આવે છે, પરંતુ તે સાથે નાનક કબીર આદિને પણ વસ્તુતઃ એ જ પરંપરામાં ગણવાના છે. તાત્પર્ય કે ખંડનમંડનમાં ભરાઈ ન પડતાં સનાતન આર્ય ધર્મને ઉપદેશ કરીને પ્રજાનું ધાર્મિક માનસ શુદ્ધ અને ઉન્નત કરવાને જે યત્ન કરશે તે જ પૂર્વાચાર્યોની સાચી પરંપરામાં આવે છે એમ અમે માનીએ છીએ.
ધાર્મિક અધિવેશન સત્યના વિચારનાં અને પ્રચારનાં સ્થાન છે, ક્ષુદ્ર બુદ્ધિના પ્રદર્શનથી અજ્ઞાન લેકને સત્યમાંથી આડે માર્ગે ખેંચી જવા માટે કલ્પેલાં નથી. એક ઉદાહરણ આપીએ. પેલે ભગવદ્ગીતાને ઓક સહુને જાણીતું છેઃ
શત ચીને
બતાવ્યું