________________
તત્વજ્ઞાનનું પ્રજન
૬૩૩
વિદ્વાનોએ હિન્દના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ લખ્યો છે, એ સંબન્ધમાં આ પ્રશ્ન ઘણુંવાર પૂછાય છે કે બેમાંથી કેણુ ચઢે ? એને ઉત્તર મહે અનેક સ્થળે આપે છે કે સંસ્કૃતની વિદ્વત્તાપૂર્વક તે તે ગ્રન્થને સાર ઉદ્ભૂત કરી એને યથાસ્થિત રૂપે પ્રકટ કરવાનું કાર્ય દાસગુપ્ત વધારે સારું કર્યું છે, પરંતુ હિન્દનું તત્ત્વજ્ઞાન એક જૂનું જડી આવેલું હાડપિંજર નથી, પણ વેદકાળથી ચાલી આવેલ ચિતન્યથી ભરેલું અને નિત્ય વિકસતે જતો એક જીવન્ત પદાથ છે, અને તેથી એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાકટ્ય કરવા ઉપર રાધાકૃષ્ણ અધિક ધ્યાન દીધું છે, અને એ દષ્ટિબિન્દુથી જોતાં રાધાકૃણુની કૃતિ ચઢીઆતી છે. અમને આનન્દ થાય છે કે રાધાકૃષ્ણ પોતે પણ એમના પ્રકૃત ભાષણમાં આ જ દષ્ટિબિન્દુને પિતાની કૃતિની વિશિષ્ટતા રૂપે આગળ ધર્યું છે. વાચકને સ્મરણ હશે કે હિન્દના તત્ત્વજ્ઞાન સંબધે અમે વારંવાર એ જ કહ્યું છે, એ દૃષ્ટિથી બનારસમાં મળેલી ઈન્ડિયન ફિલોસોફિકલ કોગ્રેસમાં હિન્દના તત્ત્વજ્ઞાનના વિભાગી પ્રમુખ તરીકે અમે આપણું તત્ત્વજ્ઞાનનું અવલોકન કર્યું હતું અને આપણું તત્વજ્ઞાન એક જીર્ણ વિદ્યા નથી પરંતુ પશ્ચિમના વર્તમાન તત્ત્વજ્ઞાનની સાથે ઊભું રહી અખંડ પૃથ્વીના તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લઈ શકે એવો જીવન્ત પદાર્થ છે એમ મદ્રાસમાં મળેલી તત્ત્વજ્ઞાનની પરિષમાં મુખ્ય પ્રમુખને સ્થાનેથી પણ અમે પ્રતિપાદન કર્યું હતું.
શ્રીયુત રાધાકૃષ્ણ આ પ્રસંગે કહેલી એક બીજી વસ્તુ વિષે વિચાર કરવાની જરૂર છે. એમને સી. આર. રેડીએ હાસ્ય અને ટરમિશ્રિત વાણીમાં કહ્યું “આશા રાખું છું કે તત્ત્વજ્ઞાનનું લેકમાં પ્રચારકાર્ય (propaganda) નહિ કરે.” એને ઉત્તર વાળતાં રાધાકૃષ્ણ કહ્યું: રાજ્યતંત્રીઓ જ રાજકીય પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે એમ નથી. અત્યારે બ્રિટન અને હિન્દુસ્થાન વચ્ચે રાજકીય વિષયમાં જે વિગ્રહ ચાલી રહ્યો છે તેને નિવેડે રાજ્યતન્ત્રીઓ જ લાવી શકશે એમ સંભવ નથી. આડકતરી રીતે તત્ત્વજ્ઞાન ઘણુ કરી શકે છે. બુદ્ધિ અને નીતિના ઊંચા પ્રદેશોમાં પરસ્પર સદભાવ અને વિશ્વાસ ઉત્પન્ન થવાથી જ હિન્દ અને બ્રિટનના, બલકે એક બીજા તરફ શંકા ભય ઈષ્ય અને હેષથી જોતાં એવાં ભૂમંડળનાં અગણિત મહારાજ્યના પ્રશ્નો ઉકેલ લાવી શકાશે અને આ . કાર્યથી ધર્મ તત્ત્વજ્ઞાન વગેરે ઉચ્ચ ભાવના પ્રેરનારાં શા વ્યાવહારિક વિષયમાં પણુ જગત નું ઘણું કલ્યાણ કરી શકે છે.
ઉપરની ચર્ચા તત્ત્વજ્ઞાન સંબધી એક વિશાળ અને ગંભીર પ્રશ્ન